જામનગરમાં સતત પાંચમા દિવસે વીજતંત્ર દ્વારા કોર્પોરેટ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત વીજતંત્રની 36ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં 485 વીજ જોડાણનું ચેકીંગ કરાયું હતું. જે પૈકી 83જોડાણમાં ગેરરીતિ મળી આવતા વીજ ચોરી કરનાર આસામીઓને રૂ.49.66લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતા.
જામનગર શહેર જિલ્લામાં થતી વીજ ચોરીને ડામવા વીજ તંત્ર દ્વારા પુનઃ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત શનિવારે વીજતંત્રની 36 ટીમ દ્વારા પટેલ કોલોની સાત રસ્તા સહિતના અલગ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 485 વીજજોડાણ ચેક કરવામાં આવ્યા હતા.
જે પૈકી 83 જોડાણમાં ગેરરીતિ ખુલતા વીજચોરી કરનાર આસામીઓને રૂ. 49.66લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતા. વીજ ચેકીંગની કામગીરી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત જળવાયો હતો. સૌરાષ્ટ્રભરમાં વીજ ચોરીમાં જામનગર આગળ પડતા સ્થાને હોય, છાશવારે જામનગરમાં વીજ કંપની દ્વારા મેગા ડ્રાઇવ હાથ ધરી મસમોટી વીજ ચોરી પકડી પાડવામાં આવે છે. પરંતુ બાદમાં તેમાંથી કેટલાની વસૂલાત થાય છે તે તપાસનો વિષય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.