જામનગર શહેર અને જિલ્લામાં પીજીવીસીએલનું તંત્ર દરોડા પાડી રહ્યું છે, અને જામનગર શહેર અને જિલ્લામાંથી ત્રણ દિવસ દરમિયાન 192 વિજ જોડાણ માંથી 8.45 લાખની વિજ ચોરી પકડી પાડી છે, જયારે આજે સતત ચોથા દિવસે પણ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે.
જામનગરના પીજીવીસીએલના તંત્ર દ્વારા કુલ 30 જેટલી ટુકડીઓને આજે ઉતારવામાં આવી છે, અને 15 એસઆરપીના જવાનો તેમજ 12 નિવૃત્ત આર્મીમેન અને ત્રણ વિડીયોગ્રાફરની મદદ લેવામાં આવી છે.જામનગર શહેરના યાદવનગર વિસ્તાર, વિજયનગર વિસ્તાર, વુલનમિલ રોડ અને આસપાસની સોસાયટીઓમાં નરોડા પાડવામાં આવી રહ્યા છે તે ઉપરાંત લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે મોટાપાયે વિજ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જામનગર શહેર ધ્રોલ જામજોધપુ૨ સહિતના વિસ્તારોમાંથી ત્રણ દિવસ દરમિયાન 192 વિજ જોડાણમાં વિજચોરી પકડાઇ છે, અને તેઓને 81.45 લાખના વીજ ચોરીના બિલો ફટકારવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.