જામનગર શહેર-જિલ્લામાં વીજતંત્ર દ્વારા વીજ ચોરી ડામવા નવા વર્ષથી પુનઃ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. સતત છ દિવસ સુધી ચાલેલી ડ્રાઇવમાં વીજતંત્રએ શેહર-જિલ્લામાંથી કુલ રૂ.1.22 કરોડની વીજ ચોરી પકડી પાડી છે.
નવા વર્ષનો પ્રારંભ થતાં વીજ કંપનીએ શહેરમાં વીજ ચોરીને ડામવા પુનઃ કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત વીજ તંત્ર દ્વારા સતત છ દિવસ એટલે કે મંગળવાર થી શનિવાર સુધી કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી હતી.
વીજતંત્રની કુલ 187 ટીમ દ્રારા જામનગર, લાલપુર,જામજોધપુર, કાલાવડ પંથકમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 2363 વીજજોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 358 જોડાણોમાં ગેરરીતિ ખુલતા વીજ ચોરી કરનાર આસામીઓને રૂ. 1.22 કરોડના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતા.
વીજ ચેકીંગની કામગીરી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસઆરપી, લોકલ પોલીસ તથા એકસ આર્મી જવાનોએ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. વિજચેકીંગની કામગીરીનું રેકોર્ડીંગ કરવામાં આવ્યું હતું. હજુ પણ વધુ દરોડા આગામી દિવસોમાં પડવાની સ઼ંભાવના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.