વીજ ચોરોમાં ફફડાટ:જામનગરના અનેક વિસ્તારમાં વીજ તંત્રએ દરોડો પાડ્યો, 28.85 લાખની વીજ ચોરી પકડી પાડી

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેડી બંદર રોડ, દરબાર ગઢ વિસ્તારોમાં વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરી
  • આજે સતત બીજા દિવસે 32 ચેકિંગ ટુકડીને ઉતારવામાં આવી

જામનગર શહેરમાં ગઈકાલે વીજ તંત્રએ દરોડા પાડ્યા હતા. જેમાં મોટાપાયે વીજ ચોરી સામે આવી હતી. વીજ તંત્રએ 28.85 લાખની વીજ ચોરી પકડી પાડી હતી. વીજ ચેકિંગની કાર્યવાહી આજે સતત બીજા દિવસે પણ અવિરત ચાલુ રખાઇ છે. શહેરના બેડેશ્વર, દરબારગઢ, તેમજ હાપા, કુંવાવ સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું.

વીજ ચેકિંગની કાર્યવાહી સતત બીજા દિવસે પણ ચાલુ
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા ગઈકાલે 485 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યાં હતા, જેમાં 84 વીજ જોડાણમાં ગેરરીતિ મળી આવી હતી તેઓને 28.85 લાખના વીજ ચોરીના બિલો ફટકારવામાં આવ્યાં હતા. જે ચેકિંગની કાર્યવાહી આજે સતત બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી છે. જામનગર શહેરના બેડી બેડીબંદર રોડ, રંગૂનવાલા હોસ્પિટલ, દરબારગઢ, પાંચ હાટડી વિસ્તાર, ઉપરાંત હાપા કોલોની અને ધુંવાવ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આજે સતત બીજા દિવસે 32 ચેકિંગ ટુકડીને ઉતારવામાં આવી છે અને તેની મદદ માટે 12 એસઆરપીના જવાનો, 20 લોકલ પોલીસ તેમજ 8 નિવૃત્ત આર્મી મેનને જોડવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...