વીજતંત્રના જામનગર સર્કલમાં આવતા દ્વારકા તથા ખંભાળિયા ડિવિઝન હેઠળની હોટલોમાં સ્ટાફે ચેકીંગ કર્યું હતું. જેમાં ચેકીંગ સ્કવોડે જુદી જુદી હોટલોમાં વીજ ચેકીંગ હાથ ધરતા ત્રણ હોટલમાંથી રૂ.26લાખ વીજચોરી ઝડપાઈ હતી. જામનગર-ખંભાળિયા હાઈવે પર મોડી રાત્રે વડોદરાથી જીયુવીએનએલની ચેકીંગ સ્કવોડે જુદી જુદી હોટલોમાં વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં નગરસીમ સબ ડિવિઝનમાં આવતા પ્રજાપતિ ફૂડ્સમાં ચેકીંગ હાથ ધરાવતા આવતા સાગર બિપીનભાઈ ચાવડા નામના આસામી વીજકાપ ન હોવા છતાં નજીકમાં આવેલા વીજ થાંભલામાં લંગર નાખી 16.08 કિલો વોટ વીજળીનો વીજ વપરાશ કરતા હોવાનું સામે આવતા તેઓને રૂ.16 લાખનું બીલ અપાયું હતું.
વડાલિયા સિંહણ ગામમાં આવેલી કુબેર હોટલમાં ચેકિંગ હાથ ધરાવતા હોટલના સંચાલક સહદેવસિંહ મનુભા ગોહિલ ગ્રાહક ન હોવા છતાં થાંભલાથી ડાયરેકટ જોડાણ મેળવી લઈ 5.968 વોટ વીજળીનો વપરાશ કરતા મળી આવતા તેઓને રૂ 6લાખનું દંડનીય બીલ ફટકારવામાં આવ્યું છે. જયારે જામનગર તાલુકાના વસઈ ગામમાં આવેલી હોટલ શિવ લહેરીમાં ચકાસણી કરાતા મથર આલા કરશન નામના આસામીએ લંગરીયું નાખી 12.58 કિલો વોટ વીજળીનો વપરાશ કરતા પકડાઈ ગયા હતા. તેઓને પણ રૂ.1લાખ 20 હજારનું બીલ આપવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.