ચેકીંગ ડ્રાઈવ:ભાણવડ તથા કલ્યાણપુર પંથકમાં વીજચેકીંગ, રૂા.26.55 લાખની ચોરી ઝડપાતા ખળભળાટ

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારથી શરૂ થઈ છે કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈવ : 20 પોલીસ, 7 એક્સ આર્મીમેનનો ચૂસ્ત બંદોબસ્ત
  • કુલ 302 વીજ કનેક્શનમાંથી 52માં ગેરરીતિ ખૂલી: સમગ્ર કામગીરીનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું

જામનગર જિલ્લામાં વિજતંત્રની 31ટીમ દ્વારા ભાણવડ તથા કલ્યાણપુર પંથકમાં વિજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન 302વીજ જોડાણમાંથી 52માં ગેરરીતિ ખૂલતા વીજચોરી કરનાર આસામીઓને કુલ રૂ.26.55લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતાં. વીજ ચેકીંગ દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસઆરપી તથા એક્સ આર્મી મેન જવાનોએ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.

જામનગરમાં શહેર અને જિલ્લામાં વીજકંપની દ્વારા સોમવારથી પુન: કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ત્રીજા દિવસે વિજતંત્રની 31ટીમ ભાણવડ તથા કલ્યાણપુર પંથકમાં ત્રાટકી હતી. સવારથી સાંજ સુધી ચાલેલા વિજચેકીંગ દરમ્યાન વીજ તંત્રના અધિકારીઓએ કુલ 302વીજ જોડાણ ચેક કર્યા હતાં.

જે પૈકી 52વીજ કનેક્શનમાં ગેરરિતી ઝડપાતા રૂ.26.55 લાખના દંડનીય વીજ ચોરી કરનાર આસામીઓને ફટકારવામાં આવ્યા હતાં. વીજ ચેકીંગની કામગીરી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 20 લોકલ પોલીસ, 7 એક્સ આર્મી, એસઆરપીનો બંદોબસ્ત જાળવ્યો હતો. વિજચેકીંગની કામગીરીનું રેકોર્ડીંગ કરવામાં આવ્યું હતું.

3 દિવસમાં 75.48 લાખની પાવર ચોરી ઝડપાઇ
જામનગરમાં વીજચોરીને ડામવા પીજીવીસીએલ દ્વારા પુન: ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લા 3 દિવસમાં જામનગર સર્કલના અલગ-અલગ વિસ્તારમાં પીજીવીસીએલની ચેકિંગ ટીમ દ્વારા 75.48કરોડથી વીજચોરી ઝડપી પાડી છે.

અન્ય સમાચારો પણ છે...