બેકારીથી કંટાળી જીવન ટૂંકાવ્યું:જામનગરમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયર યુવાને લાયકાત મુજબ નોકરી ન મળતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પુત્રના આત્મહત્યાના પગલે હોમગાર્ડની નોકરી કરતા પિતા સહિતના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું

જામનગર તાલુકાના સિક્કા ગામે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલા યુવાને આત્મહત્યા કરી લીધી હતી. ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ લાયકાત મુજબ નોકરી ન મળતા, સતત ટેન્શનમાં રહેતા યુવાને બેકારીથી કંટાળી અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. ત્યારે પુત્રના આત્મહત્યાના પગલે હોમગાર્ડની નોકરી કરતા પિતા સહિતના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

સીલીંગ ફેનમાં સાડી બાંધી ગળાફાંસો ખાધો
જામનગર જિલ્લામાં આત્મહત્યાનો વધુ એક કરુણ બનાવ સામે આવ્યો છે. જેમાં સિક્કા ગામે પંચવટી સોસાયટી પાછળ આવેલી ઓમીન સ્કૂલની બાજુમાં રહેતા ધવલભાઇ જયેશભાઈ રાવલ નામના 25 વર્ષે યુવાને ગત તારીખ સાતમીના રોજ બપોરે અઢી વાગ્યાથી રાત્રિના 11:00 વાગ્યાના ગાળા દરમિયાન પોતાના ઘરે સીલીંગ ફેનમાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પિતા જયેશભાઈએ જાણ કરતાં સિક્કા પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતકનો કબજો સંભાળી, હોસ્પિટલ ખસેડી, પોસ્ટમોર્ટમની કામગીરી કરી હતી. જે બાદ પોલીસે મૃતકના પિતા જયેશભાઈનું નિવેદન નોંધ્યું હતું.

લાયકાત પ્રમાણે શોભે તેવી નોકરી મળતી ન હોવાથી ટેન્શનમાં હતો
મૃતક જયેશ ભણવામાં ખૂબ જ હોશિયાર હોય અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પણ કર્યો હોવાનું સામે આવ્યું હતું. જોકે, લાંબા સમય સુધી ધવલને લાયકાત પ્રમાણે શોભે તેવી નોકરી મળતી ન હોવાથી તે સતત ટેન્શનમાં રહેતો હતો. પોતાને નોકરી ન મળવાને કારણે ઘરમાં બેકાર બેસી રહેલા ધવલે આખરે જીવતરથી કંટાળી ઘરના પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બનાવના પગલે હોમગાર્ડ તરીકે નોકરી કરતા પિતા જયેશભાઈ રાવલ સહિતના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...