તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા વર્ષની ભેટ:જામનગર-રાજકોટ વચ્ચે માર્ચ મહિનાથી STની ઇલેક્ટ્રિક બસો દોડશે, 20 બસોની ફાળવણી

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રાયોગિક ધોરણે એસટી તંત્રનું આયોજન, અન્ય રૂટોની વિચારણા

જામનગરમાં એસ.ટી. વિભાગને આગામી માર્મચ હિનાથી ઈલેક્ટ્રોનિક્સ બસની ફાળવણી થશે. આ બસ જામનગર-રાજકોટ વચ્ચે દોડાવવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કે એસ.ટી.ને મળનારી 60 બસમાંથી જામનગરને 20 બસની ફાળવણી થશે. જો કે હજુ આ માટેની આનુસંગિક કાર્યવાહી માટે સર્વે કામગીરી ચાલી રહી છે. અમદાવાદના એસ.ટીના એન્જિનિયર એ.કે. પરમારના જણાવ્યા મુજબ માર્ચમાં પ્રાયોગિક ધોરણે એક-એક બસ ચલાવાશે. જૂન સુધી તમામ બસ કાર્યરત થઇ જશે.

ગ્રીન એનર્જી અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ઈલેક્ટ્રોનિક્સ બસ ફાળવવામાં આવનાર છે. જેમાં ગુજરાતને 60 બસો ફાળવવામાં આવશે. જેમાં અમદાવાદને 20, વડોદરાને 20 અને જામનગરને 20 બસ ફાળવવામાં આવશે. જામનગરને ફાળવવામાં આવનાર બસો ઈન્ટરસિટી બસ તરીકે ચલાવવામાં આવશે. જે જામનગર-રાજકોટ વચ્ચે દોડશે તથા અન્ય રૂટ અંગે આયોજન ચાલી રહ્યું છે. આ બસ એક વખતમાં 20 કિ.મી. સુધી બસ દોડી શકે છે. ત્યાર પછી તેની બેટરી રીચાર્જ કરવાની થશે. આથી રી ચાર્જ માટેના પોઈન્ટ બનાવવામાં આવશે. તે માટે હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે. પ્રથમ પ્રાયોગિક ધોરણે એક બસ જામનગર-રાજકોટ વચ્ચે દોડાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો