ચેકીંગ:ખીરી પાસે ચેકપોસ્ટ પર ચૂંટણી સંબંધિત ચેકીંગ શરૂ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જામનગર શહેર સહિત જિલ્લાભરમાં જુદા જુદા સ્થળોએ પોલીસ દ્વારા ખાસ ચેકપોસ્ટો ઉભી કરવામાં આવી છે. જે ચેકપોસ્ટ પર આવાગમન કરતા વાહનોનું ચેકીંગ સહિતની કાર્યવાહી પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવી રહી છે.

જામનગરની ભાગોળે જાંબુડા, જોડિયા રોડ પર ખીરી રામસેવા આશ્રમ પાસે પણ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જે માર્ગ પર અવરજવર કરતા તમામ વાહનોનું ચેકીંગ પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ચેકપોસ્ટની તાજેતરમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પણ મુલાકાત લઈ ચેકીંગ સહિતની કાર્યવાહીનું નિરીક્ષણ કરી પોલીસ સ્ટાફને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જામનગર શહેરની ભાગોળે ગુલાબનગર, લાલપુર બાયપાસ, સમર્પણ ચોકડી સહિતના તમામ મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ખાસ ચેકપોસ્ટ કાર્યરત કરી દેવામાં આવી છે જ્યાં પણ રાઉન્ડ ધ ક્લોક ચેકીંગ કાર્યવાહી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...