પાંચ દાયકા બાદ ચૂંટણીનો જંગ:જામનગરના કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજના કારોબારી સભ્યોની ચૂંટણી યોજાઇ, 32 ઉમેદવારો મેદાનમાં

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું, લાંબી કતારો જોવા મળી
  • 3564 મતદારો ઉમેદવારોના ભાવીને ફેસલો કરશે

જામનગરના કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજના કારોબારી સભ્યોની ચૂંટણી આજે યોજાઇ છે. 15 કારોબારી સભ્યો માટે 32 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. તેનો ફેંસલો 3564 મતદારો કરશે. જ્યારે જામનગર જિલ્લાનો સૌથી વધુ વસ્તી ધરાવતા લેઉવા પટેલ સમાજમાં પાંચ દાયકા બાદ ચૂંટણી થતાં ચકચાર મચી છે.

જામનગર જિલ્લામાં સૌથી વધુ વસ્તી ધરાવતો લેઉવા પટેલ સમાજ છે. ત્યારે લેઉવા પટેલ સમાજના 15 કારોબારી સભ્યોની ચૂંટણી આજ યોજાઈ છે. તેમાં મોટી સંખ્યામાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કરી રહ્યાં છે.

કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજમાં 3564 મતદારો કારોબારી સભ્યોના 32 ઉમેદવારોને મતદાન કરશે. જેમાં 15 કારોબારી સભ્યોને ચૂંટણીમાં જીત અપાવશે. ચેરિટી કમિશનર દ્વારા ચૂંટણી યોજવામાં આવી છે જેમાં કુલ 6 મતદાન મથકો રાખવામાં આવ્યા છે.

કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજમાં કુલ 32 ઉમેદવારો છે. જેમાં બે પેનલો બની છે એક પેનલ પ્રગતિશીલ અને બીજી પેનલ વિઝન પેનલ મેદાને ઉતરી છે. ત્યારે આજે વહેલી સવારથી મતદાન થઇ રહ્યું છે.

સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું અને સાંજે 6 વાગ્યા સુધી મતદારો મતદાન મથક પર મતદાન આપી શકશે. ત્યારબાદ ચેરિટી કમિશનર દ્વારા સાંજે મતગણતરી શરૂ કરશે અને કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજના 32 કારોબારી ઉમેદવારોમાંથી 15 ઉમેદવારો નું પરિણામ જાહેર થશે.

અન્ય સમાચારો પણ છે...