તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસાકસી:જામનગર યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાઇસ ચેરમેન પદ માટે 4 નામો જોરશોરથી ચર્ચામાં
  • ચેરમેનપદે પ્રવીણસિંહ ઝાલાની શક્યતા : રાજકીય લોબી સક્રિય બની

જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચંૂટણી આજે યાર્ડ ખાતે યોજાશે જેને લઇને સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચેરમેન તરીકે ધારાસભ્ય રાઘવજી પટેલ અને વાઇસ ચેરમેન તરીકે ધીરૂભાઇ કારીયાની મુદ્દત પૂર્ણ થાય છે. ત્યારે ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે પસંદગીને લઇને રાજકીય લોબી સક્રિય બની છે. ચેરમેન પદે પ્રવિણસિંહ ઝાલાની શકયતા નિશ્ર્ચિત બની છે.

જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણી આજે સવારે 11-30 કલાકે યાર્ડની ઓફીસ ખાતે યોજાશે. આ ચૂંટણીને લઇને રાજકીય ગતિવીધી સહકારી ક્ષેત્રના આગેવાનોમાં તેજ બની છે.

મળતી માહિતી મુજબ યાર્ડના ચેરમેન તરીકે પ્રવિણસિંહ ઝાલાની પસંદગી લગભગ નિશ્ર્ચિત હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જ્યારે વાઇસ ચેરમેન પદ માટે ચાર ઉમેદવારોના નામ ચર્ચાઇ છે જેમાં અરવિંદભાઇ મહેતા, પ્રમોદભાઇ કોઠારી, તુલસીભાઇ પટેલ અને જમનભાઇ ભંડેરીમાંથી વાઇસ ચેરમેન બને તેવી સંભાવના રહી છે.

વેપારી પેનલ અને ખેતી પેનલ વચ્ચે વાઇસ ચેરમેનના પદ માટે ભારે ખેંચતાણ બની છે. ત્યારે આજે વાઇસ ચેરમેન તરીકે કોને પસંદ કરાય છે તેની તરફ સૌની મીટ મંડાયેલી છે. આ ચૂંટણીને લઇને રાજકીય ગતિવિધી તેજ બની છે.

અન્ય સમાચારો પણ છે...