તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર જિલ્લા, તાલુકા પંચાયતો ચૂંટણીમાં મંગળવારે 32 ફોર્મ પરત ખેંચતા કુલ 136 બેઠક માટે 415 મુરતિયા વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠક માટે કુલ 152, તાલુકા પંચાયતોની 112 બેઠક માટે 597, સિકકા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠક માટે 111 ફોર્મ ભરાયા હતાં. ફોર્મ ચકાસણીના અંતે જામનગર જિલ્લા પંચાયતમાં 88, તાલુકા પંચાયતોમાં 359, સિકકા નગરપાલિકામાં 85 ફોર્મ માન્ય રહ્યા હતાં. મંગળવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે જિલ્લા પંચાયતમાં 5 અપક્ષ, 1 આમ આદમી પાર્ટી સહિત 7, તાલુકા પંચાયતમાં 25 ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા જિ.પં.માં 24 બેઠક માટે 82, તાલુકા પંચાયતની 112 બેઠક માટે 333 અને સિકકા પાલિકાની 28 બેઠક માટે 85 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે.
કાલાવડ-જોડિયામાં કોઇ ફોર્મ પાછું ન ખેંચાયું
તાલુકા પંચાયત | બેઠક | માન્ય ફોર્મ | પરત ખેંચાયા |
જામનગર | 26 | 84 | 4 |
કાલાવડ | 18 | 58 | 0 |
લાલપુર | 18 | 62 | 11 |
જામજોઘપુર | 18 | 72 | 8 |
ધ્રોલ | 16 | 40 | 2 |
જોડિયા | 16 | 43 | 0 |
જામનગરમાં સાંસદ, બે મંત્રીઓ અને પક્ષ પ્રમુખ સહિતનાઓનો રિપોર્ટ નેગેટિવ
જામનગરમાં તાજેતરમાં રાજયના મુખ્યમંત્રીની ચુંટણી સભા યોજાઇ હતી. જેના બીજા દિવસે મુખ્યમંત્રી કોરોના પોઝીટીવ આવતાં જામનગર ખાતે તેઓના સંપર્કમાં આવેલા બે મંત્રી, સાંસદ, પક્ષ પ્રમુખ સહિતના હોદેદારોએ કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. જેનો રીપોર્ટ નેેગેટીવ આવ્યો હોવાનું પક્ષ પ્રમુખે જણાવ્યું હતું. જામનગરમાં ગત શનિવારે સાંજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ધનવંતરી મેદાન અને ચાંદી બજારમાં ચુંટણી સભા સંબોધી હતી. જે બાદ તેઓ વડોદરાની સભામાં અસ્વસ્થ થયા બાદ તેઓનો કોરોના રિર્પોટ પોઝીટીવ આવતાં જામનગરમાં તેઓના સંપર્કમાં આવેલા કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપા અધ્યક્ષ ડો.વિમલ કગથરા, ચુંટણી ઇન્ચાર્જ હસમુખભાઇ હિંડોચા તેમજ પક્ષના મહામંત્રીઓએ કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. તમામના રિર્પોટ નેગેટીવ આવ્યા હોવાનું શહેર અધ્યક્ષે જણાવ્યું હતું.
લોકોને ખતરો હોવાથી ભાજપના નેતાઓને ક્વોરન્ટાઇન કરો : કોંગ્રેસનું આવેદન
જામનગર ખાતે મુખ્યમંત્રીની સભા દરમ્યાન ભાજપના આગેવાનો અને 64 ઉમેદવારો અને અસંખ્યા કાર્યકરોને મળ્યા હતા ત્યારબાદ મુખ્યમંત્રીનો કોરોનાનો પોઝીટીવ રિર્પોટ આવ્યો છે. જેથી તેના સંપર્કમાં આવેલા તમામને સરકારની ગાઇડલાઇન મુજબ કવોરેન્ટાઇન કરવાની માંગ સાથે જામનગર શહેર કોંગ્રેસ સમિતિએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ (દિગુભા)ની આગેવાની હેઠળ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપતા એવુ જણાવ્યું છે કે, જામનગર ખાતે મુખ્યમંત્રીએ તા.13ના રોજ સભા યોજી હતી. જે સભા દરમ્યાન મુખ્યમંત્રી ભાજપના નેતાઓ અને 64 ઉમેદવારો તેમજ ભાજપના કાર્યકરોને મળ્યા હતા. જયારે મુખ્યમંત્રી જામનગર આવ્યા હતા. ત્યારે પણ તેઓનું શરીરમાં તાવ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું અને ત્યાર પછી મુખ્યમંત્રીનો કોરોના પોઝીટીવ રિર્પોટ આવ્યો હતો. જેથી કોવિડ-19 સરકારના નિયમ મુજબ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા તમામ 64 ઉમેદવારો અને ભાજપના આગેવાનો હાલમાં શહેરમાં પ્રચાર અર્થે જનતાને મળે છે તેથી લોકોનું સ્વાસ્થ્ય ખતરામાં છે. આવા સંજોગોમાં કોરોના ફેલાવાનો ભય રહે છે. ભાજપના નેતાઓ અને ઉમેદવારો પ્રચાર અર્થે મતદારોને મળીને કોરોનાનો ફેલાવો કરી રહ્યા છે.ત્યારે સરકારની ગાઇડલાઇન મુજબ કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ સાત દિવસ સુધી ભાજપના નેતાઓ અને 64 ઉમેદવારો અને કાર્યકર્તાઓને કલેકટર કક્ષાએથી પગલા લઇ કવોરેન્ટાઇન કરવા માંગ કરાઇ છે.
લોકશાહી આપણાંથી, મતદાન કરીએ ગર્વથી! જામનગર પોલિટેકનિક કોલેજમાં યુવા મતદાતાઓએ મતદાનના શપથ લીધા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જામનગર મહાનગરપાલિકાનું મતદાન તા.21 ફેબ્રુઆરીના અને નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં તા.28 ફેબ્રુઆરીના મતદાન થશે.ત્યારે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધુમાં વધુ નાગરિકો મતદાન કરે તે આશયથી જામનગરની પોલિટેકનિક કોલેજમાં યુવા મતદાતા તેમજ કોલેજના સ્ટાફ દ્વારા લોકશાહી આપણાથી મતદાન કરો ગર્વથી અને નિર્ભય, નિષ્પક્ષ મતદાન કરવાના શપથ લેવામાં આવ્યા હતા. મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સીંગ તથા માસ્કની કોરોના ગાઇડલાઇનનું પાલન કરાયું હતું.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.