સ્નેહ મિલન:ચૂંટાયેલા પ્રતિનિધીઓમાં હવા ભરાયેલી હશે તો કાઢી નાખવામાં આવશે : પાટીલ

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 182 સીટથી ઓછી કંઇ જોઇએ નહીં તેની તૈયારીમાં લાગી જાવ
  • જામનગર સ્નેહ મિલનમાં આવેલા પ્રદેશ પ્રમુખના આકરા તૈવર

જામનગર ભાજપના સ્નેહ મિલન તેમજ લોકાર્પણના કાર્યક્રમમાં આવેલા પ્રદેશ પ્રમુખ પાટીલે પોતાના આકમક તૈવર દેખાડતા કહયું હતું કે, ચૂંટાયેલા પ્રતિનિધીઓમાં હવા ભરાય ગઇ હશે તો તેને કાઢી નાખવામાં આવશે, કાર્યક્રરોનું સન્માન જાળવવું પડશે, નરેન્દ્ર મોદી અને અમીત શાહના નામે ચૂંટણી જીતો છો તે ભુલતા નહી તેમ ચૂંટાયેલા પ્રતિનિધિઓને જણાવ્યું હતું. જામનગર ભાજપના સ્નેહ મિલન માટે આવેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે 12 કરોડના વિકાસ કામો જેમાં કાલાવડ તાલુકા પંચાયતનું ભવન, તલાટી કર્મચારી આવાસનું ખાતમુહુર્ત કર્યુ હતું

આ પછી તેમણે જામનગરમાં પ્રહ્મ પુરસ્કાર અને ગૌરવ પુરસ્કારથી સન્માનીત વિશિષ્ટ અેવોર્ડ કાર્ય કરનાઓને સન્માનીત કર્યા હતાં. ત્યાર બાદ ઓશવાળ સેન્ટરના મેદાનમાં સ્નેહ મિલનના કાર્યક્રમમાં બાેલતા તેમણે જણાવ્યું હતું કે, ચૂંટાયેલા પ્રતિનિધીઓમાં હવા ભરાઇ ગઇ હશે તો તેને કાઢી નાખવામાં આવશે, કાર્યકરોનું સન્માન જાળવવંુ પડશે, નરેન્દ્ર મોદી અને અમીત શાહના નામે ચૂંટણી જીતો છો તે ભુલી ન જતાં આ ઉપરાંત તેમણે વિદ્યાન સભાની ચૂંટણીમાં 182 સીટનો ટાર્ગેટ હોવાનું જણાવ્યું હતું અને તેના માટે તમામે કામે લાગી જવા કહયું હતું.

અન્ય સમાચારો પણ છે...