દુર્ઘટના:ખંભાળિયા હાઈ-વે પર ટ્રક હડફેટે સ્કૂટરચાલક વૃદ્ધનું મોત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સર્જીને ટ્રકચાલક નાસી છૂટ્યો

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ રક્તરંજીત બન્યો છે. સ્કૂટર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતથી આ રોડ પર આવેલા સાંઢીયા પુલ નજીક બપોરના સમયગાળા દરમિયાન આડેધડ બેફામ સ્પીડે આવતા ટ્રકચાલકે સ્કૂટર સવારને ઠોકર મારી અડફેટે લેતા વૃદ્ધનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ ગોઝારા અકસ્માતની ઘટનાની વિગત મુજબ મુજબ જામનગર - ખંભાળિયા હાઇવે પર આવેલ સાંઢીયા પુલ પાસે કનસુમરા ગામના પાટીયા નજીકથી સ્કૂટર સવાર પસાર થઈ રહ્યા હતા.

તે વેળાએ મતેલા સાંઢની માફક આવતા ટ્રકચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં સ્કૂટર સવાર વલીમામદ બેઘાણી નામના 60 વર્ષીય પ્રૌઢને શરીરે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતાં. બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો સાંભળી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...