જામનગરમાં મયુર ટાઉનશિપ વિસ્તારમાં આવેલા એક હનુમાનજીના મંદિરમાં હનુમાન જયંતિની ઉજવણી પહેલાં કરુણાતિકા સર્જાઈ છે, અને મંદિરની સફાઇ કરવામાટે ઉપર ચડેલા વૃદ્ધનું અકસ્માતે નીચે પટકાઈ પડતાં મૃત્યુ નિપજયું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મયુર ટાઉનશીપમાં રહેતા અને સેવા પૂજા કરતા બાબુગર લાલગર ગોસાઈ નામના 62 વર્ષના વૃદ્ધ કે જેઓ હનુમાન જયંતિની ઉજવણીના ભાગરૂપે મયુર ટાઉનશીપમાં આવેલા હનુમાનજી ના મંદિર ઉપર ચડીને સાફ સફાઈનું કામ કરતા હતા. જે દરમિયાન એકાએક તેઓનો પગ લપસી જતાં નીચે પટકાઈ પડયા હતા, અને હેમરેજ સહિતની ઈજા થવાના કારણે તેઓનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પત્ની ધર્મિષ્ઠાબેન ઉર્ફે ધનીબેન બાબુગર ગોસાઇએ પોલીસને જાણ કરતાં સીટી એ. ડીવીઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવને લઇને મંદિર પરિસરમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.