તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:જામનગરના ઠેબા બાયપાસ પાસે ટ્રક હડફેટે બાઇકસવાર વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અકસ્માતમાં વસઇનુ દંપતિ ખંડિત,પતિની નજર સામે પત્નીએ દમ તોડ્યો: બનાવના પગલે ભારે ગમગીની
  • ટ્રક મુકીને નાસી છુટેલા ચાલક સામે ગુનો નોંધાયો,બરડીયા જતા માર્ગમાં જીવલેણ અકસ્માત નડ્યો

જામનગરની ભાગોળે ઠેબા બાયપાસ પાસે શુક્રવારે સવારે પુરપાટ દોડતા ટ્રકે ડબલસવારી બાઇકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બાઇકસવાર મહિલાનુ શરીરે ગંભીર ઇજા થતા મૃત્યુ નિપજયુ હતુ. મૃતક મહિલા પતિ સાથે બાઇક પર વસઇથી કંડોરણાના બરડીયા ગામે જઇ રહયા હતા ત્યારે માર્ગમાં અકસ્માત નડયો હોવાનુ જાહેર થયુ છે.જામનગર નજીક વસઇમાં રહેતા નારૂભા તખુભા જાડેજા નામના ખેડુત વૃધ્ધ બાઇક પાછળ તેના પત્ની જનકબા(ઉ.વ. 58)ને બેસાડીને શુક્રવારે સવારે ઘરેથી કંડોરણા તાલુકાના બરડીયા ગામે જવા માટે નિકળ્યા હતા.

ડબલ સવારી બાઇક જામનગરની ભાગોળે ઠેબા બાયપાસ પાસેથી પસાર થઇ રહયુ હતુ ત્યારે પુરઝડપે દોડતા ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઇક સવાર મહિલા નીચે પટકાતાવ્હીલ ફરી વળ્યુ હતુ જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા જનકબાને તુરંત સારવારમાં જી.જી. હોસ્પીટલમાં લઇ જવાયા હતા.જયાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવના પગલે ચાલક ટ્રક મુકીને નાશી છુટયાનુ જાહેર થયુ છે.આ અંગે નારૂભા જાડેજાની ફરીયાદ પરથી પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...