બિન હરીફ:મહાનગરપાલિકા હેઠળની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આઠ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રવીણભાઇ જેઠવા, શેખ ઇરફાનભાઇ તથા જોયેબ હુસેનભાઇએ ફોર્મ પરત ખેંચ્યા

જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે તા. 12 ઓકટોબરથી ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. જેમાં 11 બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જયારે બે સરકારી સભ્યોના નામની યાદી પણ જાહેર કરાઇ હતી. જેમાં આજરોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા આઠ ઉમેદવારોને બિનહરિફ જાહેર કરવામાં આવ્યા હતાં.

આજે જ્યારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો, ત્યારે 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા જામનગર મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ હતી. આથી 3 સભ્યોએ ઉમેદવારી પત્રો પરત ખેંચી લેતા હવે ચૂંટણી પ્રક્રિયા નહિ યોજાય અને ચેરમેન, વાઈસ ચેરમેન સહિતના હોદેદારોની વરણી આગામી દિવસોમાં થશે તેવી ચૂંટણી અધિકારીએ સત્તાવાર જાહેરાત કરી હતી.

જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠકો માટે તા.28 ઓકટોબરે ચૂંટણી યોજાવાની હતી. એના પહેલા જ આજરોજ તા.21 ઓકટોબરના ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોઈ પ્રવીણભાઇ જેઠવા, શેખ ઇરફાનભાઇ તથા જોયેબ હુસેનભાઇએ ફોર્મ પરત ખેંચતા આઠ ઉમેદવારોને બિનહરિફ જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં ત્રિવેદી યાત્રીબેન, સોઠા પ્રજ્ઞાબા, ગોહિલ આનંદ, સોનછાત્રા બિમલકુમાર, હાડા નિલેષભાઇ, કંસારા રમેશભાઇ, દેસાઇ દિનેશભાઇ તથા કકનાણી પરષોતમભાઇને બિન હરિફ જાહેર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...