તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિત્ર સ્પર્ધા:ટુંપણી વાડી પ્રાથમિક શાળાના બાળકો માટે ઇકો ક્લબ આધારિત પોસ્ટર મેકિંગ ચિત્ર સ્પર્ધા યોજાઇ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટુપણી વાડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 175 બાળકોમાં કુદરત અને તેના દ્વારા મળતી વસ્તુઓ જેવી કે વૃક્ષો, હવા, પાણી વગેરે વિશે બાળકોને લાગણી કેળવાય અને તેના પ્રત્યે સંવેદના જાગે તે માટે શાળાના આચાર્ય વાળા મુકેશકુમાર વી. દ્વારા તા. 27ના રવિવાર એ ભંડોળ છે પ્રવુતિના નામ હેઠળ ઇકો કલબ આધારિત પોસ્ટર મેકિંગ તેમજ ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી.

જેમાં પાણી બચાવો, વૃક્ષો બચાવો, વધુ વૃક્ષો વાવો, પ્રદૂષણ અટકાવો જેવા વિષય ઉપર બાળકોના વિચાર આધારિત ચિત્રોને પોસ્ટર બનાવવાની સ્પર્ધા ઓનલાઇન યોજવામાં આવી. જેમાં કુલ 60 બાળકો દ્વારા વિવિધ ચિત્રો અને પોસ્ટર બનાવી લોકોને સંદેશ આપવા અને જાગૃતિ લાવવા માટે ચિત્રો અને પોસ્ટર બનાવીને મોકલવામાં આવ્યા હતાં.જેમાં કુલ 14 બાળકોને પ્રોત્સાહક ઈનામ સ્વરૂપે મોટી ડ્રોઈંગ બુક તથા મોટા કલર ભેટ સ્વરૂપે આપવામાં આવ્ય હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો