વિરોધ પ્રદર્શન:યૂપીની લખીમપુર ખીરીની ઘટનાના પડઘા જામનગરમાં પડ્યા, જિલ્લા કૉંગ્રેસ દ્વારા લાલબંગલા સર્કલ પર સૂત્રોચ્ચાર કર્યા

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય, શહેર-જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

યૂપીના લખીમપુર ખીરીની ઘટના મામલે આજે જામનગર શહેર-જિલ્લા કૉંગ્રેસ દ્વારા લાલબંગલા સર્કલ પર વિરોધ પ્રદર્શન કરવામા આવતા કાર્યકર્તાઓની અટકાયત કરવામા આવી હતી. કૉંગ્રેસે રસ્તારોકી વિરોધ પ્રદર્શિત કરતા પોલીસે 50 જેટલા કાર્યકરોને ડીટેઈન કર્યા હતા.

જામનગર શહેરમાં લાલ બંગલા ખાતે યુપીના લખીમપુર ખીરીના ખેડૂતોની ઘટનાને લઇને શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ભાજપ સરકારના પૂતળાનું દહન સહિત ધરણાનો કાર્યક્રમ અને રસ્તા રોકો કાર્યક્રમ યોજાયો હતો.લાલબંગલા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર નું પૂતળું દહન કરવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.

મહિલા કૉંગ્રેસની કાર્યકર્તાઓ દ્વારા રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું. રસ્તો રોકી રહેલા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરતા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...