તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરતીકંપ:લાલપુર, ભાણવડ, જામજોધપુર, મોટી ગોપમાં ભૂકંપના આંચકાથી ભયનું લખલખું

જામનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 3.5 ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ લાલપુરથી 27 કીમી દૂર નોંધાયું
 • લોકો ઘર-દુકાનોની બહાર દોડી ગયા, સદનસીબે નુકસાન કે જાનહાનિ નહીં

હાલારના લાલપુર, ભાણવડ, જામજોઘપુર, મોટી ગોપમાં શનિવારે ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું.3.5 ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ લાલપુરથી 27 કીમી દૂર નોંધાયું હતું. ધડાકા સાથે આંચકાથી લોકો ઘર-દુકાનોની બહાર દોડી ગયા હતાં. જો કે, સદનસીબે નુકસાન કે કોઇ જાનહાનિ થઇ ન હતી.

ભાણવડ પંથકમાં શનિવારે સવારે 10.32 કલાકે સવારે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભયની સાથે ભારે દોડધામ મચી ગઇ હતી. ભૂકંપના આંચકાની તીવ્રતા 3.5 રીકટર સ્કેલ અને કેન્દ્રબિંદુ લાલપુરથી 27 કીમી દૂર અને જમીનમાં 5 કીમીની ઉંડાઇથી આંચકો આવ્યાનું નોંધાયું હતું. ભૂકંપનો આંચકો લાલપુર, ભાણવડ, વેરાડ, મોટીગોપ વિસ્તારોમાં અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક લોકો ઘર અને દુકાનની બહાર દોડી ગયા હતાં. જો કે ભૂકંપના આંચકાથી જાનમાલનું કોઈ નુક્સાન થયું ન હતું. અત્રે નોંધનીય છે કે, સમયાંતરે લાલપુર પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. આથી લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો