તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધુ 200 બેડ ઉભા કરાશે:જામનગરમાં 400 બેડની હોસ્પિટલનું ઇ-લોકાર્પણ

જામનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જામનગર સહિત અન્ય જિલ્લાના કોરોના દર્દીને ઝડપથી સારવાર મળશે
 • રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી હોસ્પિટલનું મુખ્યમંત્રી રૂપાણીએ ઇ-લોકાર્પણ કર્યુ

જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી ઓક્સિજનની સુવિધાવાળા 400 બેડની હોસ્પિટલનું મંગળવારે મુખ્યમંત્રી વિજયરૂપાણીએ ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું હતું. આ હોસ્પિટલમાં આગામી દિવસોમાં બેડ વધારી 200 કરાશે.

આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર વધુ વિકરાળ સાબિત થઈ રહી છે. આ સ્થતિમાં રાજ્ય સરકારે છેલ્લા દોઢ મહિનામાં બેડની સંખ્યામાં વધારો કરી 18000 થી 58000 ઓક્સિજન બેડ રાજ્યભરમાં ઉપલબ્ધ કરાવ્યા છે. કોરોનાના કપરાકાળમાં રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા 1000 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવાનું આયોજન કર્યું છે.

આગામી દિવસોમાં ઓક્સિજન સુવિધા સહિતની આ હોસ્પિટલ કાર્યરત થવાથી જામનગર તેમજ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર વગેરે જિલ્લાઓના નાગરિકોને કોરોના સંક્રમણ સારવારની સુવિધા ઘર આંગણે મળતી થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો