• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • E auction Of Golden Silver Number For Four wheeler, Application Period Is From 18th To 28th April And The Result Of E auction Will Be On 30th At 12 Noon.

વાહન વ્યવહાર:ફોર-વ્હીલર માટે ગોલ્ડન સિલ્વર નંબરના ઇ-ઓકશન, અરજીનો સમયગાળો તારીખ 18 થી 28 એપ્રિલ તથા ઇ-ઓકશનનું પરિણામ તારીખ 30ના રાત્રે 12 વાગ્યે રહેશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ફોર-વ્હીલર(L.M.V) માટેની જીજે-10-ડીજે સીરીઝના ગોલ્ડન સિલ્વર નંબરના ઇ-ઓકસનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો તા. 18 થી 28 તથા ઇ-ઓકશનનો બિડિંગનો સમયગાળો તા. 29 થી 30 અને ઇ-ઓકશનનું પરિણામ તા.30ના રાત્રે 12 વાગ્યે રહેશે. ભાગ લેવા વાહન માલિકોએ પ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઇડી અને પાસવર્ડ મેળવ્યા બાદ વેબસાઇડ પર લોગીન કરીને વાહન ખરીદીના દિવસ-7ની અંદર ઓનલાઇન CNA ફોર્મ ભરવું.

વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહન માલિકે પોતાની બીડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમિયાન 1000ના ગુણાંકમાં વધારી શકશે. ઇ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરીનો સંપર્ક કરવો. પસંદગીના લાગેલા નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઇન દિવસ-5માં કરવાનું રહેશે. નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહી જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા જણાવાયુંછે.

અન્ય સમાચારો પણ છે...