તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ટુ-વ્હીલરની નવી સીરીઝના પસંદગીના નંબર માટે ઇ-ઓકશન

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 થી 12 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

જામનગર જિલ્લામાં ટુ-વ્હીલર મોટર સાયકલ માટેની નવી સીરીજ જીજે-10-ડીકે સીરીઝના ગોલ્ડન સિલ્વર નંબરના ઇ-ઓકસનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજી તા.1 થી 12 સપ્ટેમ્બર સુધી કરી શકાશે. ઇ-ઓકશન માટે તા.13 થી 15 સપ્ટેમ્બર સુધી બિડિંગ કરી શકાશે.ઇ-ઓકશનનું પરિણામ તા.15 સપ્ટેમ્બરના બપોરના 12 કલાક પછી જાહેર થશે. આ પ્રકિયામાં ભાગ લેવા વાહન માલિકોએ સૌ પ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઇડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉપરોકત વેબસાઇટ પર લોગ ઇન કરી વાહન ખરીદીના 7 દિવસમાં ઓનલાઇન સીએનએ ફોર્મ ભરવાનું રહેશે. વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. ઇ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલા અરજદારોએ રીફંડ માટે વાહનવ્યવહાર અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના લાગેલા નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું 5 દિવસમાં ઓનલાઇન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...