તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આનંદો:જન્માષ્ટમી પર દ્વારકાધીશ મંદિર ખુલ્લુ રહશે, ભક્તો કોવિડ ગાઈડલાઈન્સના પાલન સાથે દર્શન કરી શકશે

જામનગરએક મહિનો પહેલા
જન્માષ્ટમીએ જગતમંદિર ખુલ્લુ રહેશે
  • ભક્તો કૃષ્ણ જન્મોત્સવ મંદિરની વેબસાઈટ પર પણ નિહાળી શકશે

દ્વારકામાં આ વર્ષે જન્માષ્ટમીના પર્વે પર મંદિર રાબેતા મુજબ ખુલ્લુ રાખવાનો નિર્ણય કરાયો છે. જેના કારણે દ્વારકામાં કૃષ્ણ જન્મને વધાવવા આતુર ભક્તોમાં ખુશીનો માહોલ છવાયો છે. જો કે, મંદિરમાં દર્શન માટે આવતા દરેક ભક્તો કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે.

જન્માષ્ટમી પર લોકો કાનાના જન્મના વધામણા કરી શકે તે માટે સરકાર દ્વારા આઠ મહાનગરોમાં કફર્યૂના સમયમાં વધારો કરવામા આવ્યો હતો. ત્યારબાદ હવે દ્વારકામાં થતી કૃષ્ણ જન્મની ઉજવણીને લઈને પણ મહત્વનો નિર્ણય કરાયો છે. જન્માષ્ટમીના પર્વ પર જગતમંદિર રાબેતા મુજબ જ ખુલ્લુ રાખવાનો નિર્ણય કરાયો છે.

મંદિરને શણગારવાની ચાલી રહેલી તૈયારીઓ
મંદિરને શણગારવાની ચાલી રહેલી તૈયારીઓ

શ્રી દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા કહેવામા આવ્યું છે કે, ચાલુ વર્ષે મંદિરના દર્શનના નિયત કલાકો દરમિયાન દર્શનાર્થીઓ માટે રાબેતા મુજબ ખુલ્લુ રહેશે. મંદિરમાં દર્શન માટે આવનારા સૌ કોઈએ કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે.મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે માટે ગોળ કુંડાળા કરીને તેમાં દર્શનાર્થીઓ ઉભા રહી શકે તેવી વ્યવસ્થા કરવામા આવશે.

કૃષ્ણ જન્મોત્સવના ઓનલાઈન પણ દર્શન થશે
જન્માષ્ટમીના દિવસે શ્રી દ્વારકાધીશ મંદિરની ઓફિશિયલ વેબસાઈટ www.dwarkadhish.org પર પણ ભક્તો લાઈવ દર્શન કરી શકશે

અન્ય સમાચારો પણ છે...