અનોખી ભેટ:દ્વારકાધીશ મંદિરમાં ભક્તો તરફથી ચાંદીના દાનનો વરસાદ થયો, પોણા બે કિલોની ચાંદીની આરતી અને પોણા બે કિલોના ચાંદીના આભૂષણ અર્પણ કરાયા

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનોકામના પૂર્ણ થતા બે અલગ અલગ ભક્તો દ્વારા આભૂષણો અર્પણ કરવામા આવ્યા

દ્વારકા જગતમંદિરની ખ્યાતિ દેશ પરદેશમાં ખુબ વધતી જાય છે. જેથી દિનપ્રતિદિન ભક્તોની સંખ્યા ખુબ વધી છે. પોતાની મનોકામના પૂર્ણ થતા ભક્તો ધન્યવાદ સાથે ભેટ સોગાદ ધરતા હોય છે.

તેવી જ રીતે દ્વારકાધીશના પરમભક્તે ભગવાન દ્વારીકાધીશને છપ્પન ભોગ મનોરથ ધર્યો હતો. આ મનોરથ દર્શનનો લાભ મોટી સંખ્યામાં પરંતુ કોવિડ ગાઇડ લાઇન નો પાલન કરી ભક્તોએ લીધો હતો. આવા જ એક ભક્ત દ્વારા એક કીલો સાતસો પચાસ ગ્રામ શુધ્ધ ચાંદીથી નિર્મિત આરતી પ્રભુ દ્વારકાનાથના ચરણોમાં ધરવામાં આવી છે.

આજ રોજના પવિત્ર દિવસે શ્રી દ્વારકાધીશજીના અન્ય એક પરમ ભક્ત પરિવાર દ્વારા શ્રીજીને ચાંદીના આભૂષણો જેમાં શંખ,ચક્ર, ગદા, પદ્મ, મુગટ હીરા મોતી જડીત હાર અર્પણ કરવામાં આવ્યા હતા. જેમા ચાંદીના આભૂષણો અંદાજે એક કીલો છસો ગ્રામના છે.

અન્ય સમાચારો પણ છે...