કામગીરી:દ્વારકા 15 થી 18 વર્ષના બાળકોમાં 72.47% રસીકરણ સાથે પ્રથમ

ખંભાળિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 7 સ્થળોએ કુલ 4.63 મેટ્રીક ટન ઓક્સિજન ઉત્પાદની ક્ષમતા ધરાવતા પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે
  • ત્રીજી લહેરને પહોંચી વળવા ખંભાળિયા સરકારી કોવિડ હોસ્પિટલમાં 300 બેડની સુવિધા

કોરોનાની ત્રીજી લહેર દસ્તક દહીં રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લાવાસીઓના આરોગ્યની જાળવણી માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે જિલ્લામાં કુલ 23 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 5 અર્બન હેલ્થ સેન્ટરો ખાતે કાર્યરત કુલ 300 જેટલા ડોકટર્સ અને પેરામેડીકલની ટીમ કાર્ય કરી રહી છે.

કોવિડ જનરલ હોસ્પિટલ ખંભાળીયા ખાતે 300 બેડની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે, જેમાં 255 બેડ ઓક્સીજન ફેસીલીટી તથા 45 બેડ વેન્ટીલેટર સપોર્ટની સુવિધા ધરાવે છે. જિલ્લામાં અન્ય ત્રણ પ્રાઈવેટ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં પણ 59 આઈસોલેશન બેડ, 50 ઓક્સીજન ફેસીલીટી બેડ અને 4 બેડ પર વેન્ટીલેટર સપોર્ટની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે. જિલ્લામાં કુલ 9 કોવિડ કેર સેન્ટર પણ શરૂ કરાયા છે.

ગ્રામ્યકક્ષાએ કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા જિલ્લાના 270 ગામમાં કુલ 1401 બેડની વ્યવસ્થા ધરાવતા કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યા છે. ​​​​​​​તદ્દઉપરાંત ત્રીજી લહેરની પહોંચી વળવા જિલ્લામાં જનરલ હોસ્પિટલ (ખંભાળીયા), દ્વારકા, ખંભાળીયા, ભાણવડ અને રાવલ ખાતે 170, 500 અને 1000 લીટર પ્રતિ મિનિટ ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા ધરાવતા કુલ 7 પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.

​​​​​​​રસીકરણ ઝૂંબેશ અંતર્ગત હેલ્થ વર્કર્સ, ફ્રન્ટ લાઈવ વોરીયર્સ, 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરીકોના રસીકરણ બાદ અને હવે 15 થી 18 વર્ષના બાળકોનું પણ રસીકરણ કરવામાં આવી રહ્યું છે જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે છે.

અન્ય સમાચારો પણ છે...