તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણુંક:દ્વારકા જિલ્લાની સરકારી ઉ.મા. શાળાઓમાં 38ની ઘટ સામે 29 શિક્ષકોની નિમણુંક કરાઈ

જામનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોની ઘટ બાબતે વારંવાર કરાયેલી રજૂઆતો બાદ આખરે શિક્ષકો નિમાયા

દ્વારકા જિલ્લામાં 42 સરકારી માધ્યમિક શાળાઓ આવેલી છે. જે પૈકીની 11 ઉચ્ચતર માધ્યમકિ શાળાઓ પણ કાર્યરત છે. જે ઉચ્ચતર માધ્યમિક શાળામાં વર્ષોથી 38 શિક્ષકોની ઘટ હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડતી હતી.વખતોવખતની રજુઆતો બાદ આખરે 29 શિક્ષકોની નિમણુંક કરવામાં આવી છે.હજુ પણ 10 જેટલા શિક્ષકોની ઘટ છે. તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 564 જેટલા શિક્ષકોને રાજ્યની સરકારી શાળઓમાં નિમણુંકના આદેશ કર્યા છે.

આ આદેશના સંદર્ભમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ 29 શિક્ષકોની નિમણુંક કરવામાં આવી છે.રાજ્ય સરકારના પ્રતિનિધિ ઉપસ્થિતિમાં દ્વારકા જિલ્લા શિક્ષણઅધિકારી તેમજ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરો ઉપસ્થિતિ રહ્યા હતા.દેવભૂમિ દ્વારકા જિલ્લાની જુદી જુદી સરકારી શાળાઓ ખંભાળિયા,દ્વારકા અને કલ્યાણપુર તેમજ ભાણવડ તાલુકાની શાળાઓમાં ખાલી પડેલ જગ્યાઓ ભરાતા વિદ્યાર્થીઓને શિક્ષણમાં પડતી હાલાકી મહદઅંશે ઉકેલાઇ છે.29 શિક્ષકોની નિમણુંક થતા તમામ નવા શિક્ષકોને 7 દિવસમાં હાજર થવા સાથેના ઓર્ડર થયા છે. જો કે,હજુ પણ જિલ્લામાં 10 જેટલા શિક્ષકોની ઘટ હોવાથી તાલુકાના છેવાડાની શાળાઓમાં ક્યારે ભરતી થશે તે પ્રશ્ન હજે યથાવત રહ્યો છે.

કુલ 32ની નિમણુંક પણ 3એ ઓર્ડર રદ્દ કરાવ્યા
ભાવસિંહ વાઢેર, જિલ્લા શિક્ષણઅધિકારી,દ્વારકા -દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં ખાલી પડેલ જગ્યાની ભરતી પ્રક્રિયામાં કુલ આપણા જિલ્લામાં 32 શિક્ષકોની નિમણુંક થઇ હતી.પરંતુ 3 શિક્ષકોએ પાછળથી જિલ્લાની પસંદગીમાં ના પાડી છે.ખાલી પડેલી જગ્યાઓ ટુંક સમયમાં જ ભરતી થશે.

અન્ય સમાચારો પણ છે...