પૂર્વ ધારાસભ્યની ગમ્મત:દ્વારકા ભાજપના નેતા પબુભા માણેક બાળકો સાથે સાયક્લિંગ કરી આનંદ માણતા જોવા મળ્યા

જામનગર5 મહિનો પહેલા
  • બાળકો સાથે સાયક્લિંગ કરી રહેલા પબુભાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો

હંમેશા પોતાનિ કારમાં જ સવાર જોવા મળતા દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકનો નાના બાળકો સાથે સાયક્લિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. પબુભા પોતાના ઘર નજીક પૌત્ર અનો પૌત્રી સાથે સાયક્લિંગ કરતા જોવા મળી રહ્યા છે.

દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સામાન્ય રીતે જાહેર કાર્યક્રમોમાં કારમાં સવાર જોવા મળતા હોય છે. પરંતુ, હાલ સોશિયલ મીડિયામાં તેનો સાઈકલિંગ કરતો એક વીડિયો વાઈરલ થયો છે. વાઈરલ વીડિયોમાં પબુભા પોતાના ઘર નજીક પૌત્ર અને પૌત્રી સાથે ફળિયામાં સાયકલ ચલાવતા નજરે પડી રહ્યા છે.

વર્ષ 2017માં પબુભા દ્વારકા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પરંતુ, સોગંદનામામાં ભૂલ હોવાના મામલે કૉંગ્રેસના પરાજિત ઉમેદવાર મેરામણ ગોરિયાએ ફરિયાદ કરી હતી અને સુપ્રિમ કોર્ટ સુધી લડત આપી હતી. સુપ્રિમ કોર્ટે પબુભાનું ધારાસભ્ય પદ રદ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...