તિથિના લીધે મૂંઝવણ:દ્વારકા- બેટ દ્વારકામાં સોમવારે હોળી, બુધવારે ફુલડોલ ઉત્સવ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 8મીએ ધુળેટીની સરકારી રજા , તિથિના લીધે મૂંઝવણ

ચાલુ વર્ષે હોળી-ધુળેટીના પર્વમાં તિથિના કારણે લોકો મૂંઝવણમાં મૂકાયા છે. કારણ કે, સરકારી રજા બુધવારે છે તો દ્વારકા અને બેટ-દ્વારકામાં સોમવારે હોલીકા દહન કરવામાં આવશે. બુધવારે ફૂલડોલ ઉત્સવની ઉજવણી થશે.

જામનગર સહિત રાજયભરમાં તિથિ મુજબ સોમવારથી મંગળવાર સાંજ સુધી પૂનમ હોય હોળી-ધુળેટીના તહેવારની ઉજવણીને લઇ લોકો મૂંઝવણમાં મૂકાયા છે. યાત્રાધામ દ્વારકામાં મુખ્ય ચોકમાં સોમવારે હોલીકા દહન કરવામાં આવશે. આ જ રીતે બેટ-દ્વારકામાં પણ હોળી પ્રગટાવામાં આવશે.

જયારે દ્વારકા અને બેટ-દ્વારકામાં શ્રીજી મંદિરોમાં બુધવારે ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરાશે . દ્વારકા જગતમંદિરમાં બુધવારે સવારે 6.30 કલાકે મંગલા આરતી, બપોરે 1 કલાકે મંદિર બંધ થશે. ઉત્સવ આરતી બપોરે 2 કલાકે થશે. દર્શન બપોરે 2 થી 3 કલાક સુધી થશે. બપોરે 3 થી 5 કલાક મંદિર બંધ રહેશે. બેટ-દ્વારકામાં બુધવારે 11.30 થી 12 વાગ્યા સુધી ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવશે. જ્યારે સરકારી રજા બુધવારે જાહેર કરાઈ છે.

શાસ્ત્રોકત તિથિ મુજબ મંગળવારે ધુળેટી
જામનગરના જયોતિષ નીલેશભાઇ વ્યાસે જણાવ્યું હતું કે, શાસ્ત્રોકત તિથિ મુજબ સોમવારે હોળી પ્રગટાવાશે અને મંગળવારે ધુળેટી થશે. કારણ કે, સોમવારે ચૌદશ છે પરંતુ સાંજે 4 કલાક અને 18 મીનીટથી ઉદયાચ પુનમ શરૂ થઇ જાય છે. મંગળવારે પૂનમ સાંજે 6 કલાક અને 18 મીનીટે પૂર્ણ થાય છે. સૂર્યાસ્ત બાદ હોળી પ્રગટાવાની હોવાથી સોમવારે હોલીકા દહન થશે અને મંગળવારે ધુળેટી પર્વ રહેશે.

અન્ય સમાચારો પણ છે...