જામનગર શહેર અને જિલ્લામાં આગામી ચોમાસામાં વરસાદી પાણી ભરાતા હોય તેવા અનેક વિસ્તારોમાં અને ભૂગર્ભ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે મહાનગરપાલિકાના મ્યુનિસીપલ કમિશનર વિજયકુમાર ખરાડી તથા કાર્યપાલક ઈજનેર ભાવેશ જાની, સોલિડ વેસ્ટ ધટ્રોલીંગ મુકેશ વરણવા, એસ્ટેટ શાખાના રાજભા ચાવડા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ સાથે આજે શહેરના મહાદેવનગર અને યાદવનગર સહિતના વિસ્તારોની મુલાકાત કરી હતી. સ્થળ નિરીક્ષણ કરી પાણી ભરાવવાની સમસ્યાના ઉકેલ માટે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી યોગ્ય સુચનાઓ આપી હતી.
ચોમાસાની સીઝનમાં શહેરમાં અનેક નિચાણવાળા વિસ્તારો તથા છેવાડાના વિસ્તારોમાં ગયા વર્ષે પાણી ઘરમાં ઘૂસી ગયા હતાં અને છ થી સાત ફૂટ જેટલા પાણી ઘરોમાં ફરી વળતા ઘરવખરીનું મોટા પાયે નુકસાન થયું હતું. જેથી આ વર્ષે ચોમાસાના પ્રારંભ પૂર્વે આગોતરા આયોજનના ભાગરૂપે કમિશનર દ્વારા જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય છે અને ભૂગર્ભ ગટરની સમસ્યા છે તે વિસ્તારોમાં રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરી અને આ સમસ્યાના નિરાકરણ માટે પગલાં લેવા અધિકારી અને કર્મચારીઓને તાકીદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.