તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરની ડીજી લાઇન્સ આર્મી રીક્રુટમેન્ટ બોર્ડની કચેરીના અધિકારીના નકલી સહિ સિકકા બનાવી ડુપ્લીકેટ એડમીટ કાર્ડ વ્હોટસએપમાં વાયરલ કરવાના પ્રકરણમાં પોલીસે અજ્ઞાત શખ્સ સામે ગુનો નોંધ્યો હતો જે પ્રકરણની પોલીસે ગીર સોમનાથના કોડીનાર પંથક સુધી તપાસ લંબાવી છે.
જામનગરમાં આર્મી રીક્રુટમેન્ટ બોર્ડની કચેરી ખાતે ફરજ બજાવતા વિજય સુબેયા મોર્લાએ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી જેમાં કોઇ અજાણ્યા શખ્સોએ બોર્ડના અધિકારી અને કચેરીના ખોટા સહી સિકકા બનાવી આર્મી ભરતી પરીક્ષાના ડુપ્લીકેટ એડમીટ કાર્ડ બનાવી વ્હોટસ એપમાં વાયરલ કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ હતુ.
આ બનાવમાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી સાયબલ સેલની મદદથી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.સીટી બીના પીઆઇ કે.જે.ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વાય.બી.રાણા અને સ્ટાફે તપાસનો દૌર ગીર સોમનાથ પંથક સુધી લંબાવ્યો છે જે પ્રકરણમાં પોલીસે કોડીનારના ગ્રામ્ય પંથક સુધી તપાસ વિસ્તારી છે. સમગ્ર બનાવની પોલીસ તપાસના અંતે ખરેખર કોણે ડુપ્લીકેટ કાર્ડ વાયરલ કર્યા વગેરે બાબતો સામે આવશે એમ જાણવા મળે છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.