તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Dumper Eco Collided Near Theba Chokdi, 5 Injured, Godavari Village Family Was Going To Aliyabada Village For Practical Work, Accident Occurred

દુર્ઘટના:ઠેબા ચોકડી પાસે ડમ્પર-ઈકો ટકરાયા, 5 ઘવાયા, ગોદાવરી ગામનો પરિવાર વ્યાવહારીક કામે અલીયાબાડા ગામ જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે થયેલ અકસ્માતમાં 5 વ્યક્તિઓને ઈજા પહોચી છે. જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. ઘવાયેલ પરિવાર ગોદાવરી ગામનો પરિવાર વ્યવાહારિક કામ અર્થે અલીયાબાડા ગામે જતો હતો ત્યારે અકસ્માતનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે અકસ્માત અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. લાલપુર તાલુકાના ગોદાવરી ગામેથી અલિયાબાળા ગામે જતા પરિવારને અકસ્માત નડ્યો હતો.

જેમાં ઈકો કારમાં બેસેલ પરિવારના કમલાબેન કરશનભાઈ. શોભનાબેન દામજીભાઈ અને રૂપાબેન રાજાભાઈને ઈજાઓ પહોંચી હતી. દરમિયાન તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પંચકોશી પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે ઘવાયેલ પરીવારે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી. ગોદાવરી ગામે રહેતો પરિવાર અલીયાબાડા ગામે જતો હતો ત્યારે અકસ્માતનો ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...