ગૌવંશના મૃતદેહોના ઢગલા:જામનગરમાં લમ્પી નામના રોગચાળાને લઇને ગાયો સહિતના પશુધન ટપોટપ મૃત્યુને ભેટી રહ્યા છે

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લમ્પીનો કાળો કેર - અંતિમવિધીમાં તો મૃતદેહની આમાન્યા રાખો

જામનગર શહેરમાં લમ્પી નામના રોગચાળાને લઇને ગાયો સહિતના પશુધન ટપોટપ મૃત્યુને ભેટી રહ્યા છે ત્યારે જામનગરની ભાગોળે જયાં ગાયોના મૃતદેહનો નિકાલ કરવામાં આવી રહ્યો છે તે જગ્યાની તસવીરો મહાપાલિકાના સતાધીશાેને મોકલી અપાઇ છે અને એ દર્દનાક તસવીરાે જાહેર થઇ જતાં અરેરાટી ફેલાઇ છે.

જામનગર શહેર અને જિલ્લામાં લમ્પીએ ભરડો લીધો છે અને દૈનિક અનેક ગાયો જુદા-જુદા વિસ્તારમાં મરી રહી છે ત્યારે શ્રાવણ માસના સોમવારના દિવસે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિગુભા જાડેજાએ જે જગ્યાએ લમ્પી ગાયોના મૃતદેહનો નિકાલ કરવામાં આવે છે તે સ્થળની મુલાકાત લીધી હતી. જયાં 50થી વધુ ગાયોના મૃતદેહોના દ્રશ્યો જાેવા મળ્યા હતાં.

આ મૃતદેહો પર કુતરાઓ હેરફેર કરતા નજર પડતા હતાં. ગાયોના મૃતદેહની આ હાલત જોઇ શહેર કોંગ્રેસ પ્રમુખે ભાજપના સત્તાધીશો સામે સણસણતો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જો હિન્દુત્વનું તત્વ હોય અને ગૌમાતાની પૂજા કરી હોય તો શરમ કરો. ગાયોની સારવાર ન કર્યા પછી મોતને ભેટેલી ગાયોની અંતિમ સંસ્કાર વિધિ વ્યવસ્થિત કરવાની માંગ કરી હતી. જેથી કરીને ગાયોના મૃતદેહોની હાલત ખરાબ ન થાય. આવનારા સમયમાં આ ગાયોના મૃતદેહના મલાજાના મુદે શહેરીજનોને આગળ આવવા અપીલ પણ તેમણે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...