સમસ્યા:જામનગર જિલ્લાની ઔદ્યોગિક તાલિમ સંસ્થામાં વિદ્યાર્થીઓના અભાવે ત્રણ વર્ષમાં 16 ટ્રેડ બંધ થયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓમાં અરૂચિ કારણભૂત, પ્લમ્બર અને મિકેનિકલ મશીન ટૂલ મેન્ટેનન્સના નવા ફકત 2 ટ્રેડ શરૂ

જામનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં વર્ષ 2019 થી 2021 સુધીમાં વિદ્યાર્થીઓમાં ટ્રેડ પ્રત્યે અરૂચિના કારણે છાત્રોની સંખ્યા ન થતાં કોમ્પ્યુટર, વેપાર-ધંધા, ઓટો રીપેરીંગ સહિતના અલગ અલગ 16 ટ્રેડ બંધ થયા છે. જેની સામે પ્લમ્બર અને મેકેનિકલ મશીન ટૂલ મેન્ટેનન્સના નવા ફકત 2 ટ્રેડ ઉમેરાયા છે, તેમ આઇટીઆઇના સૂત્રોએ જણાવ્યું છે.

જામનગર આઈટીઆઈમાં વેપાર-વાણિજ્ય, કોમ્પ્યુટર, ડોમેસ્ટિક એપ્લાયન્સિસ સહિતના કુલ 30 થી વધુ ટ્રેડ ચાલી રહ્યા છે. દરેક ટ્રેડમાં 20 થી 23 સીટ ફાળવવામાં આવતી હોય છે. જામનગર શહેર તથા જિલ્લામાંથી તાલીમાર્થી જુદા-જુદા ટ્રેડમાં તાલીમ લઈને રોજગારીની ઉત્તમ તકની સાથે 8 થી 10 હજાર સ્ટાઈપેન્ડ તરીકે મેળવતા હોય છે.

પરંતુ જામનગર આઈટીઆઈમાં વર્ષ 2019 થી 2021 સુધીમાં વેપાર-ધંધા, કોમ્પ્યુટર, ઓટો રીપેરીંગ, સિક્યુરિટી, લીફ્ટ સહિતના કુલ 16 ટ્રેડમાં તાલીમાર્થીઓને ખાસ રૂચિ ન હોવાને કારણે ટ્રેડમાં સીટ ખાલી રહેતા કુલ 16 ટ્રેડ બંધ કરાયા છે તેમ આઇટીઆઇના સૂત્રોએ જણાવ્યું હતું.

ફેકટ ફાઇલ - વેલ્ડર, ફેબ્રીકેશન અને ફીટીંગ સહિતના ટ્રેડ આઇટીઆઇમાં બંધ

ટ્રેડનું નામઅભ્યાસક્રમ
બિઝનેસ કોરોસ્પોન્ડસ

વેપાર-ધંધા, કાનૂની કાગળોનું રજીસ્ટ્રેશન

કોમ્પ્યુટર એડ ડિઝાઇન એન્ડ ઓટો કાર્ડ

કોમ્પ્યુટરની મદદથી ઉદ્યોગ અને વિવિધ સેક્ટરની મશીન સહિતની ડિઝાઇન તૈયાર કરવી

સીએસપી

કોમ્પ્યુટર સોફ્ટવેરનું સામાન્ય જ્ઞાન, સી, જાવા સહિતની ભાષા

ડોમેસ્ટિક એપ્લાયન્સિસ રીપેરીંગ

ઈસ્ત્રી, સહિત ઘર વપરાશમાં આવતી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું રીપેરીંગ કામ

ઈ-કોમર્સ

કોમ્પ્યુટર ઓપરેટીંગ,ઓનલાઇન ખરીદી વગેરે

ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર

વેપાર-ધંધાની ગાણિતિક માહિતીની એન્ટ્રી

લિફ્ટ મેકેનિક

લિફ્ટ રીપેર કામ, ઓપરેટિંગ સિસ્ટમ

સિક્યુરિટી સુપરવાઇઝર

સિક્યુરિટીને લગતી તમામ માહિતી, નિયમો

સ્ટેનો (અંગ્રેજી/ગુજરાતી)સાંકેતિક ભાષા
ટુ વ્હીલર ઓટો રીપેરીંગ

ટુ વ્હીલરનું રીપેરીંગ કામ અને તેના વિશેની માહિતી

ટુ વ્હીલર ઓટો રીપેરીંગ (સીએસપી)

મશીનરી સહિતની માહિતી

વીએમસી પ્રોગ્રામર

બ્રાસને લગતા આધુનિક મશીનની તાલીમ

અન્ય સમાચારો પણ છે...