સમસ્યા:ભારે વરસાદના કારણે દ્વારકા જિલ્લાના 11 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલારમાં સોમવારથી જ મેઘરાજા મન મૂકીને હેત વરસાવી રહ્યા છે. જેને પગલે દ્વારકા જિલ્લાના 11 ગામડાઓ વીજ પુરવઠો ખોરવાયો છે. જેમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે. હાલારમાં સોમવારથી જ મેઘરાજા હેત વરસાવી રહ્યા છે તો બીજી તરફ મંગળવારથી સવારે 8:30 થી બુધવારે સવારે 8:30 સુધી હાલારને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ત્યારે જામનગર તથા દ્વારકા જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જેને પગલે દ્વારકા જિલ્લાના મેરાપર, ચરખલા, બોરીજા, વાચું સહિત 11 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો છે. આ ગામડાઓમાં હાલ વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે. અધિકારીઓ દ્વારા મળતી માહિતી મુજબ મોડી સાંજ સુધીમાં ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...