આપઘાત:જામનગરમાં આર્થિક સંકડામણના કારણે પરપ્રાંતિય યુવકે આયખું ટુંકાવ્યું

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘરે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી
  • કથિત સ્યુસાઇડ નોટ મળી
  • પોલીસ કાર્યવાહી શરૂ

જામનગરના ઢીંચડા રોડ પર તિરૂપતિ-2 વિસ્તારમાં રહેતા યુવાને આર્થિક ભી઼સામાં સપડતા ઘરે ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવી લીઘુ હોવાનો બનાવ બહાર આવ્યો છે.મૃતક યુવાને લખેલી મનાતી એક ચિઠ્ઠી પણ પોલીસે કબજે કરી તપાસ શરૂ કરી છે.મૃતકના ઉતર પ્રદેશ ખાતે રહેતા પરીવારને જાણ કરતા તેઓ અત્રે આવવા માટે નિકળ્યા હોવાનુ બહાર આવ્યુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગરમાં ઢીંચડા રોડ પર તિરૂપતિ સોસાયટી-2 વિસ્તારમાં રહેતા નિશ્ચલભાઇ ઉમાશંકર શ્રીવાસ્તવ (ઉ.વ.25) નામના યુવાને પોતાના ઘરે છતના હુકમાં દોરી વડે ગળાફાંસો ખાઇ લીઘો હોવાનો બનાવ બહાર આવ્યો છે.આ બનાવની કોઇએ108ને જાણ કરતા ટુકડી તુરંત દોડી ગઇ હતી.

જોકે, આ યુવાન મૃત હાલતમાં જણાઇ આવ્યો હતો.જેની જાણ કરતા બેડી મરીન પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી.પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો જે દરમિયાન મૃતકે લખેલી મનાતી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં મૃતક યુવાને લોકડાઉન દરમિયાન આર્થિક સંકડામણમાં આવી જતા આવુ પગલુ ભરી લીધુ હોવાની બાબતનો ઉલ્લેખ કર્યો હોવાનુ ખુલ્યુ છે.પોલીસે મૃતક યુવાનના પિતાનુ અગાઉ અવશાન થયુ હતુ. જયારે તેની સાથે રહેતા માતા પણ હાલ વતન ઉતરપ્રદેશ ખાતે હોવાનુ બહાર આવ્યુ છે.પોલીસે તેના પરીવારને જાણ કરીને તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...