તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રભુતામાં પગલાં:કોરોનાના કારણે જામનગરમાં ગાયત્રી વિધિથી લગ્નના પ્રમાણમાં દોઢ ગણો વધારો

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ-2020માં 173ની સામે ચાલુ વર્ષે છ મહિનામાં જ 203 લગ્ન થઇ ગયા

જામનગરમાં કોરોના કાળમાં કડક નિયંત્રણ, લોકડાઉન તથા ઓછા ખર્ચે શાસ્ત્રોકત વિધિથી લગ્ન કરવા લોકોમાં આવેલી જાગૃતિના કારણે ગાયત્રી વિધિ પ્રમાણે લગ્નની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ દોઢ ગણો વધારો નોંધાયો હોવાનુ ગાયત્રી મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું છે.

છેલ્લા 6 મહિનામાં ગાયત્રી વિધિથી 203 લગ્ન થયા છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે લગ્નમાં સરકારની ગાઇડલાઈનથી પણ ઓછા લોકોને છૂટ આપીએ છીએ. પહેલા એક લગ્નમાં વર વધુ સહિત માત્ર 8 વ્યક્તિઓ છૂટ આપતા હતા. પરંતુ કોરોના કેસ ઘટતા 10 લોકોને છૂટ આપીએ છીએ .જો સ્થિતિ સામન્ય રહેશ તો આગામી દિવસોમાં વધુ લોકોને છૂટ આપવામાં આવશે તેમ ઉમેર્યું હતું.

દર વર્ષે ઉનાળામાં લગ્નની સિઝન પૂરજોશમાં હોય છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીના કારણે સરકાર ગાઇડલાઇન જાહેર કરતા અને લગ્નમાં મર્યાદિત લોકોની છૂટના કારણે સાદાઇથી લગ્નનું પ્રમાણ વધ્યું છે. આ સ્થિતિમાં ઓછા ખર્ચે શાસ્ત્રોકત વિધિથી લગ્ન કરવા લોકોમાં જાગૃતિ વધી છે. જેના કારણે ગાયત્રી વિધિ પ્રમાણે લગ્નની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ દોઢ ગણો વધારો થયો છે. વર્ષ-2020માં 170 નવદંપતીઓએ ગાયત્રી વિધિથી પ્રભુતામાં પગલા પાડયા હતા. જ્યારે ચાલુ વર્ષે માત્ર 6 જ મહિનામાં 203 લગ્ન ગાયત્રી વિધિ પ્રમાણે થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાયત્રી શક્તિપીઠ દ્વારા લગ્નમાં માત્ર 30 લોકોને જ ભાગ લેવાની છૂટ હતી. જ્યારે કોરોના કાળમાં સરકારીથી પણ ઓછા લોકોને છૂટ આપવામાં આવી રહી છે. કોરોના પીક પોઈન્ટ પર હતો ત્યારે માત્ર 6 લોકોને છૂટ આપવામાં આવી હતી. આમ છતાં લોકોમાં ગાયત્રી વિધિથી લગ્નનું પ્રમાણ વધ્યું છે. કોરોના કેસ ઓછા થતા ગાયત્રી વિધિથી લગ્નમાં વર-વધુ સહિત 10 લોકોને છૂટ આપમાં આવી રહી છે.

5 વર્ષમાં ક્યારે કેટલા લગ્ન

વર્ષલગ્ન
2018135
2019181
વર્ષલગ્ન
2020170
2021(30 જૂન)203

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...