પ્રતિબંધિત દવાનું ઉત્પાદન:ગુજરાતમાં પશુઓને અપાતી જે દવા પર સરકારે પ્રતિબંધ મૂકી રાખ્યો છે તે દવાની જામનગરમાંથી ફેક્ટરી ઝડપાઈ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેકટરીમાંથી ત્રણ ટ્રેકટર ભરી પ્રતિબંધિત મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
  • રાજ્યના અલગ અલગ જિલ્લામાં ડુપ્લીકેટ ઇન્જેક્શન સપ્લાય કરાતા હતા

જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી પશુઓને આપવામાં આવતી પ્રતિબંધિત દવાની ફેકટરી ઝડપાઈ હતી. પોલીસે ફેક્ટરીમાંથી ત્રણ ટ્રેકટર મુદ્દામાલ કબજે કરી ફેક્ટરી સંચાલકની ધરપકડ કરી હતી.

ભેંસ દોહવા ન દેતી હોય તો ઈન્જેકશન અપાય છે
ભેંસ જ્યારે દોહવા ન દેતી હોય ત્યારે તેને ઈન્જેકશન અપાતું હોય છે. જો કે, આ ઈન્જેકશન રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. તેમ છતાં જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ભીમજી ગોજીયા નામનો શખ્સ અલગ અલગ ડ્રગ્સ મંગાવી તેમાંથી પ્રતિબંધિત દવા બનાવી રાજ્યભરમાં વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે.

પોલીસે ત્રણ ટ્રેકટર ભરી પ્રતિબંધિત મુદ્દામાલ કબજે કર્યો
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ચાલતી ફેકટરી પરથી પોલીસે પ્રતિબંધિત દવા તૈયાર કરવા માટેનું રો મટીરીયલ્સ અને મશીન કબજે કર્યા હતા.

આરોપીની અટકાયત કરી
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં પ્રતિબંધ દવાનું ઉત્પાદન અને અલગ અલગ જિલ્લામાં વેચાણ કરનાર ભીમજી ગોજીયા નામના શખ્સની પોલીસે અટકાયત કરી છે. રાજ્યમાં આ દવાના અન્ય કોણ કોણ ખરીદદાર હતા તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...