નિરિક્ષણ:DRMએ જામનગર સ્ટેશને સુવિધાનું નિરિક્ષણ કર્યુ

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીના પરબ, પ્લેટફોર્મ, શૌચાલયની સ્વચ્છતા અંગે અિધકારીઓને સૂચના આપી

જામનગર રેલ્વે સ્ટેશનના ઇન્સપેકશન અર્થે આવેલા રાજકોટના ડિવિઝનલ મેનેજરે સ્ટેશનની મુલાકાત લઇ સુવિધા, સફાઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્ટેશન પર પાણીના પરબ, પ્લેટફોર્મ, શૌચાલયની સ્વચ્છતા અંગે અધિકારીઓને સૂચના આપી હતી.

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનલ મેનેજર અનિલ કુમાર જૈન બુધવારે જામનગર રેલ્વે સ્ટેશનના ઇન્સપેકશન અર્થે આવ્યા હતાં. આ દરમ્યાન તેમણે સ્ટેશનના બંને પ્લેટફોર્મની મુલાકાત લઈ, સ્ટેશન પર આવેલા તમામ પાણીના પરબ, શૌચાલયની સુવિધા તેની ચોખ્ખાઇ, સ્ટેશનની સાફ-સફાઈ, સ્ટેશન પર લાગેલા ટ્રેનના ટાઈમ ટેબલ બોર્ડ, ડિજિટલ શૌચાલયની તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કરી જરૂર મુજબની સુચના આપી હતી. ઉલ્લેખનીય છે કે અનિલ કુમાર જૈને ઓક્ટોબર મહિનામાં રાજકોટ ડીવીઝનલ મેનેજરનો ચાર્જ સંભાળ્યો છે. પહેલા તેઓએ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે કામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...