અકસ્માત:ચંગા પાટીયા પાસે ટ્રક પાછળ બોલેરો ઘૂસી જતા ચાલકનું મોત

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારે સર્જાયેલો અકસ્માત, પરિવારમાં ઘેરો શોક

લાલપુરમાં ઉમાધામ પટેલ સમાજની સામે રહેતા કિશનભાઇ સુરેશભાઇ રૂપારેલ (ઉ.વ. 29) નામનો યુવાન મંગળવારે વહેલી સવારે પોતાની બોલેરો પીકઅપ કાર લઇ લાલપુરથી જામનગર તરફ આવી રહયા હતા ત્યારે ચંગા ગામના પાટીયા પાસે બોલેરો ટ્રક પાછળ ધુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલક કિશનભાઇને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજા થતા તેનુ મૃત્યુ નિપજયુ હતુ.

અકસ્માતના આ બનાવની જાણ થતા પરીજનો ઉપરાંત પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી પોલીસે મૃતદેહનો કબજો સ઼ભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.મૃતક યુવાન લાલપુરથી જામનગર ખાતે જઇ શાકભાજી લાવી વહેચવાના વ્યવસાય સાથે સકંળાયેલો હોવાનુ જાણવા મળ્યુ છે.આ બનાવના પગલે મૃતકના પરીવારમાં ઘેરો શોક છવાયો છે. જયારે ગામમાં પણ અરેરાટી વ્યાપી જવા પામી છે.પોલીસે અકસ્માત મામલે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...