તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ખંભાળિયા હાઈવે પર પડાણા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થતા ડ્રાઈવરનું મોત, મૃતદેહ બહાર કાઢવા જેસીબીની મદદ લેવી પડી

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં એકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો

જામનગર-ખંભાળીયા હાઇ-વે પર પડાણા પાટીયા નજીક મુરલીધર હોટલ પાસે રાત્રિના અકસ્માત અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જેમાં અન્ય એક માણસને નાની-મોટી ઇજા થઇ હતી. જ્યારે બંને લોકોને સારવાર માટે 108 દ્વારા જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવને પગલે ઘટના સ્થળ પર મેઘપર પોલીસ અને 108ની ટીમ પહોંચી હતી. જેમાં એક ટ્રક ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અકસ્માત એટલો ગંભીર હતો કે બંને ટ્રકની ટક્કર એટલી જ ઝડપથી થઇ હતી કે જે ટ્રક ચાલક નું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જેમાં એક ટ્રકના ચાલક નું મૃત્યુ થયું હતું

કે અંદર ફસાઈ જતાં તેનું મૃત્યુ નીપજયું હતું તેને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. જેસીબીની મદદથી લોકો સાથે મદદ કરીને બહુ જહેમત બાદ ટ્રક ચાલક નો મૃતદેહને બહાર બહાર કાઢ્યો હતો ત્યારબાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...