ગમખ્વાર અકસ્માત:જામનગરના ફલ્લા ગામની ગોલાઈ પાસે ટ્રક બેકાબૂ બનતા બસ સ્ટેન્ડ સાથે અથડાઈ, ડ્રાઈવર-ક્લિનરના મોત

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે RCCનું બસ સ્ટેન્ડ જમીન દોસ્ત થયું
  • 6 કલાક સુધી એક બાજુનો રસ્તો બંધ રહ્યો

જામનગર રાજકોટ ધોરી માર્ગ પર આવેલ ફલ્લા ગામે આજે સવારે ટોરસ ટ્રકે રોંગ સાઇડમાં બસ સ્ટેન્ડ સાથે અથડાતા ડ્રાઇવર સહિત બેના ઘટના સ્થળે મોત નિપજયા હતા. મીઠાપુરથી માલ ભરીને હૈદરાબાદ તરફ જતા માલ ભરેલો ટોરસ ટ્રક આજે વહેલી સવારે ચારેક વાગ્યે ફલ્લાની ડેંજર ગોલાઇ પાસે પહોંચતા ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો. ટોરસ ટ્રક રોંગ સાઇડમાં ડીવાઇડર તોડીને બસ સ્ટેન્ડમાં ઘુસી ગયો હતો. બસ સ્ટેન્ડનો ભાંગીને ભુકકો થઇ ગયો હતો. ટ્રકમાં ડ્રાઇવર-કલીનરનો દબાઇ જવાથી ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયા હતા. ટ્રકનો ભાંગીને ભુકકો થઇ ગયો હતો.

ટ્રકની કેબીન તોડી બંને મૃતદેહ બહાર કઢાયા
રોડ પર છ કલાક સુધી એક બાજુનો રોડ બંધ થઇ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે એલ એન્ડ ટી.ની ટીમ, બે જેસીબી મશીન અને ગ્રામજનોએ સતત ત્રણ કલાક જહેમત ઉઠાવી બસ સ્ટેન્ડનો કાટમાળ હટાવી ટ્રકની કેબીનને તોડીને બે મૃતદેહ બહાર કાઢયા હતા જેને જામનગર જી.જી.હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા છે. ટ્રાફીક તથા મૃતદેહને બહાર કાઢવા માટે એલ એન્ડ ટી તથા જીઆરડી પોલીસ સ્ટાફે જહેમત ઉઠાવી હતી અને યાદ અપાવીએ કે ફલ્લાની ડેન્જર ગોલાઇ પાસે અવારનવાર ગમખ્વાર અકસ્માત સર્જાય છે અને અકસ્માત જીવલેણ બને છે.

નવો રસ્તો બનતા ફલ્લા ગામની ગોલાઈ જોખમી બની
ફલ્લા ગામમાં જૂનો રસ્તો હતો ત્યારે મોટો વળાંક હતો જેથી વાહનચાલકને કોઈ તકલીફ પડતી ન હતી. પરંતુ, નવા રસ્તાનું નિર્માણ કરતા ફલ્લા-જામનગર વચ્ચે જે ગોલાઈ આવેલી છે તેને ટૂંકી કરી દેવામાં આવી. જેથી અજાણ્યા ડ્રાઈવરનું વાહન જો ફૂલ સ્પીડમાં હોય તો ગોલાઈ પર વળાંક વાળકો મુશ્કેલ બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...