• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Dr. Who Dedicated His Life For The Eradication Of Leprosy. Acharya Said A Pregnant Woman Suffering From Leprosy Was Brought To The Four Ends Of The Sheet And Brought For Treatment.

36 વર્ષ પૂર્વેના એ સંભારણા:રક્તપિત્ત નાબૂદી માટે જીવન સમર્પિત કરનારા ડો. આચાર્યએ કહ્યું- ચાદરના ચાર છેડામાં નાખી રક્તપિત્ત પીડિત સગર્ભાને સારવારમાં લાવ્યા’તા

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકને બચાવવા જાય તો માતાનું મૃત્યુ નિશ્ચિત હતું... અંતે સુખાંત

લગભગ સાડા ત્રણ દશકા પુર્વે રકતપિતનો રોગ જનમાનસમાં ગંભીર બિમારી ગણાતો હતો જે સમયે રકતપિતના દર્દીઓના મસીહા ગણાતા ડો.આચાર્યએ તેના જીવનમાં ગાઢ રીતે ઘડાય ગયેલા ઉકત કિસ્સાના સંભારણાને વાગોળ્યા હતા.

લાલપુર ગામે ચામડી-રકતપિતના દર્દી માટે વિનામુલ્યે નિદાન-સારવાર કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં મુરીલા પંથકમાંથી ચંપાબેન (ઉ.વ. 35)ને સગા વહાલા ચાદરના ચાર છેડામાં નાખી પોટલાની જેમ લઇ આવ્યા. ડો.આચાર્યએ પહેલી નજરે જોઇ લીઘુ કે, તેને ખુબ આગળ વધી ગયેલો રકતપિતનો રોગ છે.ડો. આચાર્યએ કહ્યુ કે તેણીને જામનગરની ઇરવીન હોસ્પીટલમાં ચામડીના વોર્ડમાં દાખલ કરવા પડે.બીજે દિવસે તેના સગાઓ ઇરવીન હોસ્પીટલમાં લઇ આવ્યા.ડો.આચાર્યએ તેમને ચામડીના વોર્ડમાં દાખલ કરી દીધા. રકતપિતના નિદાનમાં અસંખ્ય રકતપતિના જંતુ જોવા મળ્યા,લોહીનુ પરિક્ષણ કરતા હેમોગ્લોબીન માત્ર છ ગ્રામ સાથે સાથે આ રોગને કારણે બંને કિડની ખરાબ થઇ હતી. પુછપરછ કરતા ચોકાવી દેનાર બાબત તે જાણવા મળી કે તેણીના પેટમાં ત્રણ માસનુ બાળક હતુ. ચેપી રકતપિતના કારણે અને માતાને ગર્ભ રહયો હોય તો અને રકતપિતની દવા ન લેવાણી હોય તો કા માતા મૃત્યુ પામે,અથવા બાળક મૃત્યુ પામે. એટલે તબીબી સલાહ મુજબ ચંપાબેનને ગર્ભપાતની પણ સલાહ અપાઇ, તો ચંપાબેનના પરીવારે કહયુ, તેણીને 6 દિકરીઓ છે અને આ 7મો ગર્ભવસ્થાનુ છે.ભગવાન કરે આ છોકરા તરીકે જન્મે તો અમારો વંશ વેલો ટકે. બાળકને બચાવવા જાય તો ચંપાબેનનુ મૃત્યુ લગભગ નિશ્ચિત હતુ.

ડો.આચાર્યએ કહ્યુ કે, તમારે ગર્ભપાત ન કરાવવો હોય તો ચંપાબેનની સુવાવડ થાય ત્યાં સુધી રાખવા પડશે. સૌ સગા સહમત થતા ડો.આચાર્યે તેમના રેસીડન્ટ ડોકટરને વાત કરી કે આ પડકારરૂપ કિસ્સો છે.મા તથા બાળક બંનેને બચાવવા અત્યંત મહેનત કરવી પડશે.તેણીને તુરંત દવાઓ, ગ્લુકોઝના બાટલા અને લોહીની બોટલ સાથે ત્રણ અઠવાડીયાની સધન સારવાર પછી ચંપાબેનને તાવ, સોજા ઉતરી ગયા, ગાંઠો નિકળવી બંધ થઇ,ડ્રેસીંગથી ગાંઠો રૂઝાવા લાગી.ખાટલાવશ રહેલા ચંપાબેન હરતા ફરતા થયા.ગર્ભમાં જે બાળક હતુ તે સ્વસ્થ હતુ.

9 મહિને તેણીને નોર્મલ ડીલીવરી થઇ ત્યાં સુધી ડો.આચાર્ય તથા ડોકટર્સ ખડે પગે રહયા અને ચંપાબેને તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો.બાળકની તપાસ કરતા તેનામાં રકતપિતના કોઇ જંતુ જોવા મળ્યા નહી,બરાબર 1 મહિના પછી ચંપાબેન, તેમનુ બાળક, ભૂપતભાઇ તથા પરીવાર ડો.આચાર્યને મળવા આવ્યા અને કહ્યુ કે, સાહેબ તમે મારી પત્ની તથા બાળકને નવજીવન આપ્યુ છે તો તેનુ નામ તમે પાડો. ડો.આચાર્યએ વિચાર કરી,સંત દેવી દાસએ રકતપિતના દર્દીઓની સેવા કરી હતી તે વિચારી બાળકનુ નામ દેવી દાસ રાખો.

સમય વિતતા ચંપાબેન માટે રકતપિત ભૂતકાળ બન્યો.બાળક તંદુરસ્તી સાથે મોટો થયો.દેવીદાસ પણ મોટો થતા તેના લગ્ન થયા અને ફરસાણની દુકાન ચલાવે છે.

રકતપિતનો રોગ વારસાગત નથી
આ અસાધારણ કેસ દ્વારા ડો.આચર્યએ સાબિત કર્યુ, રકતપિતનો રોગ વારસાગત નથી. રકતપિતની દવાઓ ગર્ભવતી માતા સુવાવડ દરમિયાન પણ લઇ શકે તેની કોઇ આડ અસર ગર્ભમાં રહેલી બનળકને થતી નથી.

અન્ય સમાચારો પણ છે...