દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયાના યુવા તબીબે તાજેતરમાં દુનિયાના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટ સર કરતા માત્ર 23 કલાકમાં જ લાહોત્સે તથા એવરેસ્ટ ચડવાનો રેકર્ડ સર્જયો હતો. જેઓ ગુરૂવારે અત્રે આવી પહોચ્યા બાદ તેઓના અદકેરા સ્વાગત સાથે રેલી યોજાશે અને અભિવાદન કરવામાં આવશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં સાંકેત હોસ્પિટલના ડો.સોમાત ચેતરીયા તાજેતરમાં વિશ્વના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટ પર ચડી તથા માત્ર 23 કલાકમાં લાહોત્સે તથા એવરેસ્ટ ચડવાનો વિક્રમ સર્જીને તથા એવરેસ્ટ બેઝ પર ગયા વગર સીધા એવરેસ્ટ ચડવાનો વિક્રમ સર્જનાર દુનિયાના પ્રથમ તથા સૌરાષ્ટ્રના પ્રથમ એવરેસ્ટ આરોહક ડો. સોમાત ચેતરીયા કાલે તેમની કર્મભૂમિ ખંભાળીયા આવતા તેમનું ભવ્ય સ્વાગત સાથે સ્વાગત રેલી અભિવાદન કાર્યક્રમ યોજાયો છે.
ખંભાળિયામાં તા.19ને ગુરુવારે સવારે રેલ્વે સ્ટેશન પાસે ડો.ચેતરીયાનું આગમન થશે. જેમનું ભવ્ય સ્વાગત કરીને ખુલ્લી જીપમાં સોનલ માતાના મંદિરે અભિવાદન અને સ્વાગત સાથે લઈ જવાશે. જ્યાં ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં જોડાવા નગરજનોને નિમંત્રણ અપાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.