સાવચેતી:શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા તંત્ર ધંધે લાગ્યું, ડોર ટુ ડોર સર્વેનું કામ શરૂ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાસી પરના નકામા ભંગારનો નિકાલ કરાયો, પાણીમાં એબેટ દવાનો છંટકાવ

જામનગરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મહાપાલિકા દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અગાસી પરના નકામા ભંગારનો નિકાલ કરી પાણીમાં એબેટ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ખુલ્લામાં પડેલા ટાયર દૂર કરવા વેપારી-ધંધાર્થીઓને તાકીદ કરવામાં આવી છે.

જામનગરમાં વરસાદની સીઝનમાં પાણી ભરાવાના કારણે મચ્છરની ઉત્પતિમાં વધારો થવાની શકયતા છે. આથી મનપા દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત લોકોમાં વાહકજન્ય રોગ પ્રત્યે જાગૃતિ સાથે અગાસી પર પડેલા નકામા ભંગારનો નિકાલ તેમજ પાણીના ખાબોચિયામાં એબેટ નામની દવાનો છંટકાવ કરવામાં આવી રહયો છે.

તદઉપરાંત શહેરમાં 12 આરોગ્ય કેન્દ્ર પર વાહકજન્ય રોગ અટકાવવાની કામગીરી ચાલી રહી છે. ખુલ્લામાં પડેલા ટાયરો કે જેમાં પાણી ભરાતું હોય ટાયરના વિક્રેતાઓ, પંકચરના ધંધાર્થીઓ અને ભંગારના વેપારીઓને તેનો ત્વરિત નિકાલ કરવા તાકીદ કરવામાં આવી છે. પાણી ભરેલા પાત્ર હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા શહેરીજનોને અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...