એક કાર્યક્રમમાં કરોડોનું દાન:જામનગરમાં લેઉવા પટેલ સમાજના દાતાઓએ 10 કરોડથી વધુનું દાન કર્યું, 60 હજારથી જ્ઞાતિજનોએ સમૂહ ભોજનનો લાભ લીધો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લઉવા પટેલ સેવા સમાજ જામનગર દ્વારા આજરોજ સમૂહ જ્ઞાતિ ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 60 હજારથી વધુ જ્ઞાતિબંધુઓએ સમુહ ભોજન નો આનંદ માણ્યો હતો. જ્યારે આજરોજ શ્રી લેઉવા પટેલ સેવા સમાજ જામનગરમાં જ્ઞાતિના રાજકીય મહાનુભાવો અને દાતાઓનું સન્માન સમારોહ યોજાયો હતો.

લેઉવા પટેલ સમાજમાં ગંગદાસભાઈ માવજીભાઈ કાછડીયા, રમેશભાઈ શામજીભાઈ રાબડીયા અમેરિકા (સીયેટલ) 1,11,11,111 કરોડનું દાન કરવામાં આવ્યું હતું. તેમજ 55 લાખ જેટલું અનુદાન વિરજીભાઈ પોપટભાઈ હિરપરા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ 25 લાખથી વધુ રૂપિયાનું દાન જીતુભાઈ કમાણી દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે શ્રી લેઉવા પટેલ સમાજ જામનગરમાં આજરોજ 9 કરોડથી વધુ રકમનું દાન લેઉવા પટેલ સમાજને મળ્યું છે. જ્યારે આ દાન સેટેલાઈટ વિસ્તારમાં લેઉવા પટેલ સેવા સમાજનો પાર્ટી પ્લોટમાં નવા સંકુલ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવશે.

જ્યારે જ્ઞાતિના રાજકીય મહાનુભવોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને પૂર્વ કેબિનેટ મંત્રી આરસી ફળદુનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે દાતાઓનું અને સમાજના શ્રેષ્ટીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.જ્યારે સમૂહ ભોજનમાં 60 હજારથી વધુ જ્ઞાતિ બંધુઓએ સમૂહ ભોજન કર્યું હતું.

લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ધારાસભ્ય દિવ્યેશ અકબરી વગેરે મહાનુભવોના હસ્તે લેવા પટેલ સમાજ માટે અલ્ટ્રા મોર્ડન અને બહુ ઉપયોગી એક તેમજ વેબસાઈટ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...