મોટી દુર્ઘટના ટળી:જામનગરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા લાખોટા તળાવ પર મ્યુઝિકલ લાઈટ એન્ડ લેઝર શોનો ડોમ ઉડ્યો, એક યુવતી ઘાયલ

જામનગર18 દિવસ પહેલા
  • વિશાળ લોખંડના પીલર પડતા રેલીંગ અને દીવાલોને નુકસાન

જામનગર શહેરના લાખોટા તળાવ ગેટ નંબર 2 પાસે ભારે પવન તથા વરસાદના કારણે મ્યુઝિકલ લાઈટ અને સાઉન્ડ લેઝર શો ના છાપરા ઉડીયા હતા. લાખોટા તળાવ પર ફરવા ગયેલ લોકોએ મીની વાવાઝોડા જેવી સ્થિતિ મહેસુસ કરી અને લોકોમાં નાશ ભાગ મચી ગઈ હતી. ડોમ પડવાના કારણે એક યુવતીને ઈજા પહોંચતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી.

જામનગરમાં આજે સાંજ પડતાની સાથે જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી જ્યારે વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો સાથે ભારે પવન હોવાના કારણે શહેરમાં મીની વાવાઝોડું જેવી સ્થિતિ સર્જાઇ હતી. જ્યારે જામનગર શહેરની શાન સમાન લાખોટા તળાવ ઉપર આવેલ ગેટ નંબર 2 પાસે લેઝર શો નો ડોમ ધરાશાયી થયો અને શહેરમાં નાના મોટા વૃક્ષો પણ પડ્યા હતા. જ્યારે સવારથી જ ગરમી અને બફારો હોવાથી ધોધમાર વરસાદના ઝાપટા પડતા ઠંડક પ્રસરી ગઈ.

જ્યારે જામનગરમાં સવારથી જ વાદળ છાયા વાતાવરણ અને વરસાદી માહોલ જોવા મળ્યો સાંજે 6:00 વાગ્યાની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કર્યું વરસાદ સાથે ભારે પવન પણ હોવાથી નાના-મોટા ડોમ અને વૃક્ષો ધરાસાઈ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...