કોરોના વિસ્ફોટ:દેવભૂમિ જિલ્લામાં એક જ દિવસમાં પાંચ કેસ સામે આવતા દોડધામ

જામનગર,ખંભાળિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકા તાલુકામાં ચાર કેસથી આરોગ્ય તંત્ર ઉંઘામાથે, ખંભાળિયા પંથકમાં પણ એક કેસ નોંધાયો
  • લાંબા વિરામ બાદ એક સાથે પાંચ પોઝીટીવ કેસથી હડકંપ, 4 દર્દીએ કોરોના રસી લીધાનુ ખુલ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા સમય સુધી વિરામ બાદ ગત માસમાં એકલ-દોકલ કેસ નોંધાયા બાદ નવા વર્ષના પ્રારંભ સાથે રવિવારે કોરોના વિસ્ફોટ થતા એકજ દિવસમાં પાંચ પોઝીટીવ કેસ નોંધાતા લોકોમાં ભય સાથે ફફડાટનો માહોલ જોવા મળી રહયો છે.જયારે કોરોનાની રી એન્ટ્રીના કારણે આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે.જિલ્લાના દ્વારકા તાલુકામાં ચાર અને ખંભાળિયા તાલુકામાં એક પોઝીટીવ કેસ સામે આવ્યા છે.

દેવભુમિ દ્વારકા જિલ્લામાં ગત વર્ષના પ્રારંભે કોરોનાના નોંધપાત્ર કેસો સામે આવ્યા હતા જે બાદ લગભગસાડા ચાર માસના વિરામ બાદ ગત ડીસેમ્બર માસમાં ફરી એકલ-દોકલ કેસ નોંધાઇ રહયા હતા. જે દરમિયાન નવા વર્ષના પ્રારંભે જ દેવભૂમિ પંથકમાં કોરોનાએ ફરી માથુ ઉંચકતા રવિવારે એક જ દિવસમાં પાંચ પોઝીટીવ કેસ નોંધાયા છે.

રવિવારે નોંધાયેલા પોઝીટીવ કેસ પૈકી ચાર કેસ દ્વારકા શહેરના બે અને તાલુકાના મીઠાપુર વિસ્તારના બે કેસનો સમાવેશ થતો હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.જયારે ખંભાળિયા તાલુકાના સલાયા પંથકમાં પણ એક પોઝીટીવ કેસ સામે આવ્યો છે.

લાંબા સમય બાદ એક જ દિવસમાં પાંચ્ પોઝીટીવ કેસના પગલે આરોગ્ય તંત્ર પણ ત્વરીત હરકતમાં આવ્યુ છે.પોઝીટીવ આવેલા દર્દીને આવશ્યક તબીબી સારવાર અપાઇ રહી છે.જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતારીયાએ જણાવ્યું હતું કે,દ્વારકા તાલુકાના ચારેય પોઝીટીવ લોકોએ વેકસીન લીધી હોવાનું સામે આવ્યું છે અને આ દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જયારે સલાયા પંથકના એક પોઝિટિવ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સહિતની વિગત હાલ મેળવાઇ રહી છે, પોઝિટિવ દર્દીઓ કોના કોના સંપર્કમાં આવ્યા છે તે સહિતની ટ્રેસિગની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લામાં પુન: કોરોનાએ માથું ઉંચકતા લોકોમાં ચિંતા ફેલાય છે.

જિલ્લામાં રવિવારે 234 લોકોના કોરોનાના પરીક્ષણ કરવામાં આવ્યા
દ્વારકા જિલ્લામા રવિવારે 234 લોકોના કોરાના ટેસ્ટ કરવામા આવ્યા હતા જેમાં ભાણવડમાં 91, દ્વારકામાં 54 અને ખંભાળિયામાં 89 લોકોના ટેસ્ટની કાર્યવાહી ધરાઇ હતી. હાલ એકી સાથે 5 કેસો દ્વારકા જિલ્લામા નોંધતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

અન્ય સમાચારો પણ છે...