જામનગરની જી. જી. હોસ્પિટલમાં મંગળવારે પલંગ પર સૂતેલા દર્દીના સગાને ઉઠાડવામાં આવતા તેણે તબીબ પર હુમલો કરી દીધો હતો.
મોડીરાત્રે તબીબોએ સામૂહિક મૌન વિરોધ નોંધાવ્યો
આ ઘટનાના સીસી ટીવી ફૂટેજ વાયરલ થયા બાદ જામનગરના તબીબોમાં રોષની લાગણી ફેલાઇ હતી અને મંગળવારે મોડીરાત્રે એકઠા થઇ ગયેલા તબીબોએ એમ.પી. શાહ મેડિકલ કોલેજના પગથીયા પર બેસીને સામૂહિક મૌન વિરોધ નોંધાવ્યો હતો. અલબત્ત, મેડિકલ કોલેજના પગથીયા પર તેમનો આ મૌન વિરોધ ચાલી રહ્યો હતો ત્યારે રાત્રીના 10.45 કલાકે સીટી-બી ડીવિઝન પોલીસ સ્ટેશનમાં દર્દીના હુમલાખોર સગા સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ ચાલી રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.