તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:જામનગર જીજી હોસ્પિટલના તબીબ ભૂપેન્દ્ર ગોસ્વામીને નેશનલ IMA એવોર્ડથી સન્માનિત કરાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાંથી કુલ 5 તબીબોને સન્માનિત કરવામા આવ્યા
  • જી.જી.હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફમાં ખુશીની લહેર

1 જુલાઈ એ ડોક્ટર્સ ડે નિમિત્તે દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ની ઉપસ્થિતિમાં ગુજરાતના પાંચ તબીબોને નેશનલ આઈ.એમ.એ એવોર્ડની પસંદગી કરવામાં આવી હતી. જેમાં જામનગરના કોવિડ વિભાગના નોડલ ઓફિસર ડો ભુપેન્દ્ર ગોસ્વામી ની પસંદગી થઇ છે.

જ્યારે જામનગરની જી.જી કોવિડ હોસ્પિટલ માં કોરોના કાળ દરમિયાન જામનગર જિલ્લા ઉપરાંત રાજકોટ પોરબંદર મોરબી જુનાગઢ સહિતના કોરોના ના દર્દી ની શ્રેષ્ઠ સારવાર તથા સેવા બદલ જામનગર ની કોવિડ હોસ્પિટલ માં નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ડો ભુપેન્દ્ર ગોસ્વામી ની પસંદગી કરવામાં આવી છે અને તેઓને નેશનલ આઈ.એમ.એએવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

એવોર્ડ મેળવ્યા બાદ ડોકટર ભૂપેન્દ્ર ગોસ્વામીએ કહ્યું હતું કે, સામાન્ય રીતે ICUમાં 25 થી 30 દર્દીઓની સારવાર ચાલતી હોય છે. પરંતુ, કોરોનાની બીજી લહેર દરમિયાન 300 થી 400 દર્દીઓની ICUમાં સારવાર કરવી પડી હતી. જે અનુભવ અમારા માટે નવો હતો. જીજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગંભીર દર્દીઓને બચાવવાનો એકમાત્ર લક્ષ્ય હતું. કમનસીબે કેટલાક દર્દીઓએ જીવ ગુમાવ્યા તેમનું અમને દુઃખ છે. તો અનેક દર્દીઓના જીવ બચાવ્યાનો આત્મસંતોષ પણ છે.

અન્ય સમાચારો પણ છે...